મેટાના સ્માર્ટ ચશ્માં

Sunday 05th November 2023 06:17 EST
 
 

ઇન્સ્ટા-ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ હાલમાં જ તેના નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા છે. આ સ્માર્ટ ગ્લાસના ફીચર્સ કોઇ સાયન્સ ફિક્શન મૂવીના ગેજેટ જેવા શાનદાર છે. આ ચશ્માની ફ્રેમમાં બંને કોર્નર પર કેમેરા લગાવવામાં આવ્યા છે. તેની મદદથી યુઝર્સની નજરથી આસપાસનો વિસ્તાર કેપ્ચર કરી શકાય છે. આ સ્માર્ટ ગોગલ્સની મદદથી ફોટો લઇ શકાય છે. તો વીડિયો બનાવવા માટે ઓડિયો રેકોર્ડિંગ કરી શકાય છે. એઆઇથી સજ્જ આ સ્માર્ટ ચશ્મામાં હાથનો ઉપયોગ કર્યા વિના સીધા જ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુર પર લાઇવ સ્ટ્રીમિંગ કરી શકાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter