યુક્રેનમાંથી છ કરોડ ડોલરનું હેરોઈન પકડાયું

Wednesday 10th April 2019 08:56 EDT
 
 

કીવઃ યુક્રેનમાંથી ૬ કરોડ ડોલરનો હેરોઈનનો માતબર જથ્થો પોલીસના હાથમાં આવ્યો હતો. પોલીસ પણ આટલો મોટો જથ્થો જોઈને ચોંકી ઊઠી હતી. મુખ્ય પોલીસ અધિકારીએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેણે ડ્રગ્સનો આટલો મોટો જથ્થો અગાઉ ક્યારેય જોયો નથી.
યુક્રેન પોલીસે અત્યાર સુધીનો સૌથી મોટો હેરોઈનનો જથ્થો કબજે કર્યો હતો. ૬૦૦ કિ.ગ્રા. હેરોઈનનો જથ્થો બે અલગ અલગ દરોડામાં પોલીસને હાથ લાગ્યો હતો. મુખ્ય પોલીસ અધિકારીએ ફેસબુકમાં જણાવ્યું હતું કે એક દરોડામાં ૫૦૦ કિલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત લગભગ ૬ કરોડ ડોલર કરતાં પણ વધુ હતી. પોલીસ અધિકારી સર્ગેઈ ખ્યાઝેવીએ જણાવ્યું હતું કે આટલો મોટો જથ્થો પોલીસે અગાઉ ક્યારેય એકસાથે જોયો ન હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter