સંક્ષિપ્ત સમાચાર (દેશ વિદેશ)

Wednesday 03rd July 2019 08:54 EDT
 

ભારતીય ઉબેર ડ્રાઇવરને અમેરિકામાં ત્રણ વર્ષની જેલઃ અમેરિકામાં ભારતીય ઉબેર ડ્રાઈવર હરબીર પરમાર (૨૫)ને મહિલા પ્રવાસીના અપહરણ અને છેડછાડમાં ત્રણ વર્ષની કેદ થઈ છે.
• ભારતીય અમેરિકન તરુણ એક લાખ ડોલર જીત્યોઃ વર્ષ ૨૦૧૯ ટીન જેઓપાર્ડી સ્પર્ધાને ૨૮મી જૂને ટીવી પર પ્રસારિત કરાઈ હતી. આ સ્પર્ધામાં ભારતીય અમેરિકન અવિ ગુપ્તાને એક લાખ ડોલરનું ઈનામ મળ્યું હતું.
• ગુજરાતી અમેરિકન વેપારી પર ડ્રગ દાણચોરીનો આરોપઃ અમેરિકામાં વસતા મુંબઇના ગુજરાતી જિતેન્દ્ર હરીશ બેલાણી ઉર્ફે જીતુ સામે વોશિંગ્ટનમાં મની લોન્ડરિંગ અને ડ્રગ દાણચોરી સહિત આઠ કાઉન્ટ આરોપ મુકાયા છે. જો આરોપ સાબિત થાય તો જીતુને ૨૫ વર્ષ કરતાં વધુની જેલ પણ થઈ શકે છે. આ ઉપરાંત તેને દસ લાખ ડોલરનો દંડ પણ થઈ શકે છે.
• હોંગકોંગની સંસદમાં દેખાવકારો ઘૂસી જતાં ભારે હોબાળોઃ હોંગકોંગની ચીન તરફેણની સ્થાનિક સરકારી બોડીએ પ્રત્યાર્પણનો કાયદો પસાર કર્યો હતો. એ અંતર્ગત કોઈ જ પ્રક્રિયા વગર હોંગકોંગના આરોપીઓનું પ્રત્યાર્પણ ચીનને કરી શકાશે. આ કાયદાના વિરોધમાં હોંગકોંગમાં દિવસોથી દેખાવો થઈ રહ્યા છે.
• પાકિસ્તાને ભારતીય શીખ શ્રદ્ધાળુઓ માટે ગુરુદ્વારા ખોલ્યુંઃ પાકિસ્તાને એક પ્રાચીન ગુરુદ્વારામાં ભારતીય શીખ શ્રદ્ધાળુઓને જવાની મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સિયાલકોટ સ્થિત ૫૦૦ વર્ષ જૂના ગુરુદ્વારા બાબે-દી-બેરમાં હવે શીખ શ્રદ્ધાળુ અરદાસ કરી શકશે.
• દેવાદાર અનિલ અંબાણીનો નવો દાવ: રિલાયન્સ ગ્રૂપના અનિલ અંબાણી દેવું ચૂકવવા હવે મુંબઈમાં આવેલી તેમની કંપનીના મુખ્યાલયને વેચવાની તૈયારીમાં છે.
• અમરનાથ યાત્રાનો પ્રારંભઃ હિમાલયની ગુફાઓમાં સ્થિત બાબા બર્ફાનીના દર્શન માટે ૭૫૦૦થી પણ વધારે શ્રદ્ધાળુઓનો પ્રથમ કાફલો સોમવારે સુરક્ષા વચ્ચે વાર્ષિક નેઅમરનાથ યાત્રા માટે રવાના થયો હતો.
• કિશ્તવાડમાં બસ ખાઈમાં ખાબકતાં ૩૫નાં મોતઃ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના કેશવાનમાં સોમવારે પર્વતીય માર્ગ પરથી એક મિની બસ ખાઈમાં પડી હતી. આ અકસ્માતમાં ૩૫ લોકોનાં મોત નીપજ્યાં અને ૧૭ને ઈજા પહોંચી હતી.
• પાકિસ્તાનથી મીઠામાં રૂ. ૨૭૦૦ કરોડનું હેરોઇન મોકલાવ્યુઃ પાકિસ્તાનથી મીઠાની ખેપના બહાને ટ્રેડ રૂટ પરથી મોકલેલું ૫૩૨ કિલો હેરોઇન ૩૦મીએ અટારી સરહદે ઝડપાઈ ગયું હતું. તેની કિંમત આશરે રૂ. ૨૭૦૦ કરોડ અંદાજવામાં આવી છે.
• પુણે દુર્ઘટનામાં બે બિલ્ડરની ધરપકડઃ ૧૫ મજૂરોનો ભોગ લેનાર પૂણેના કોંઢવા વિસ્તારની દીવાલ તૂટી પડવાની ૨૯મી જૂને પરોઢિયે બનેલી દુર્ઘટનામાં પોલીસે સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો તેમાંથી આલ્કન સ્ટાયલસના બે બિલ્ડરો વિવેક સુનિલ અગ્રવાલ અને વિપુલ સુનિલ અગ્રવાલની ૩૦મીએ ધરપકડ કરી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter