આકર્ષક નફા સાથે આભને આંબતી એશિયન મહત્ત્વાકાંક્ષા

Monday 09th October 2017 09:23 EDT
 
 

લંડનઃ ધ સન્ડે ટાઈમ્સ અને ગ્રાન્ટ થોર્નટન દ્વારા સંયુક્તપણે મિડ-માર્કેટ પ્રાઈવેટ ગ્રોથ કંપનીઓને રેન્કિંગ આપતું ટોપ ટ્રેક ૨૫૦ લિસ્ટ જાહેર કરાયું છે. આ કંપનીઓએ સંયુક્તપણે વેપારના વર્ષ ૨૦૧૬માં ૫.૪ બિલિયન પાઉન્ડનો નફો રેકોર્ડ કર્યો છે. આ યાદીમાં નવ કંપનીઓ બ્રિટિશ એશિયન અને મુખ્યત્વે ભારતીય મૂળના એન્ટ્રેપ્રીન્યોર્સની માલિકીની છે, જેમાં સાઉથોલ ટ્રાવેલ્સ, ડે લૂઈ ફાર્મસી, અરોરા ગ્રૂપ, HKSરીટેઈલ લિમિટેડ, લેક્સોન, સન માર્ક લિમિટેડ, સ્ટેનમોર, ગ્લોબલ ટી એન્ડ કોમોડિટીઝ લિમિટેડ અને મિલેનિયમ ગ્રૂપનો સમાવેશ થાય છે, જેની વિગતો આ મુજબ છેઃ

સાઉથોલ ટ્રાવેલ્સઃ વેસ્ટ લંડનની આ ટ્રાવેલ એજન્સીની સ્થાપના ૧૯૮૪માં કરાઈ હતી. તેમાં ભારતનો પ્રવાસ કરતા બ્રિટિશ એશિયનો માટે ફ્લાઈટ્સની સુવિધાનું વેચાણ કરાય છે. આ કંપનીનું સંચાલન ૪૪ વર્ષીય ચીફ એક્ઝિક્યુટિવ કુલજિન્દર બહિયા હસ્તક છે, જેમણે ૧૯૯૭માં ૨૪ વર્ષની વયે કંપનીને હસ્તગત કરી હતી. કંપની દ્વારા વિશ્વભરના મિડલ ઈસ્ટ અને એશિયા સહિતના સ્થળોએ ફ્લાઈટ્સ અને પેકેજ હોલિડેઝનું આયોજન કરાય છે. કંપનીનું સેલ્સ ૫૬૪.૩ મિ. પાઉન્ડ અને કાર્યકારી નફો ૨૨.૨ મિ. પાઉન્ડ છે.

ડે લૂઈ ફાર્મસીઃ ક્રોયડનસ્થિત આ ગ્રૂપની સ્થાપના ગત વર્ષે નિધન પામેલા કીરિટ પટેલ અને તેમના ૭૧ વર્ષીય ભાઈ જયંતિ પટેલ દ્વારા ૧૯૭૫માં કરાઈ હતી. પારિવારિક માલિકીની કંપની દ્વારા દક્ષિણ ઈંગ્લેન્ડમાં ૨૫૦થી વધુ આઉટલેટ્સનો વહીવટ થાય છે. જથ્થાબંધ અને ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ ધરાવતી કંપની ઓઈલ રિગ્સ અને શિપિંગ ઉદ્યોગને દવાઓ અને તબીબી ઉપકરણો સપ્લાય કરે છે. કંપનીનું સેલ્સ ૩૬૨.૭ મિ. પાઉન્ડ અને કાર્યકારી નફો ૨૧.૧ મિ. પાઉન્ડછે.

અરોરા ગ્રૂપઃ સુરિન્દર અરોરાએ ૧૯૯૯માં સ્થાપેલી કંપનીની પ્રવૃત્તિમાં પ્રોપર્ટી, બાંધકામ અને આઠ હોટેલ્સ અને ૧૦૧ વૈભવી ફ્લેટ્સનો પોર્ટફોલિયો છે. અરોરાએ હીથ્રોના ત્રીજા રનવે અને ટર્મિનલ માટે પોતાની યોજના સરકાર સમક્ષ રજૂ કરી છે. સુરિન્દર અરોરાની સંપૂર્ણ માલિકીની કંપનીનું સેલ્સ ૨૬૦ મિ. પાઉન્ડઅને કાર્યકારી નફો ૧૧૫ મિ. પાઉન્ડછે.

HKSરીટેઈલ લિમિટેડઃ લેસ્ટરશાયરમાં એક પેટ્રોલ સ્ટેશન સાથે ૧૯૮૪માં સ્થાપિત કંપની આજે યુકેમાં ૭૦થી વધુ સાઈટ્સ ધરાવે છે. ૩૩ વર્ષીય ચીફ એક્ઝિક્યુટિવ શોન ઠકરારના વડપણ દેઠળની કંપનીએ ૨૦૧૫થી સાત શેલ પેટ્રોલ સ્ટેશન તથા ૨૩ સાઈટ્સ ધરાવતા બ્રોબોટ ગ્રૂપને હસ્તગત કર્યું છે. ઠકરાર પરિવારની સંપૂર્ણ માલિકીની કંપનીનું સેલ્સ ૨૨૫ મિ. પાઉન્ડ અને કાર્યકારી નફો ૬.૫ મિ. પાઉન્ડ છે.

લેક્સોનઃ સોઢા બંધુઓ અનુપ, પંકજ અને નીતિન તથા ભત્રીજા પ્રીતેશ સોનપાલે ૧૯૯૫માં સ્થાપેલી જથ્થાબંધ ફાર્માસ્યુટિકલ કંપની ૨,૦૦૦થી વધુ સ્વતંત્ર ફાર્મસીને ૬,૫૦૦ પ્રોડક્ટનો સપ્લાય કરે છે. કંપનીનું સેલ્સ ૨૦૦ મિ. પાઉન્ડ અને કાર્યકારી નફો ૧૩.૩ મિ. પાઉન્ડ છે.

સન માર્ક લિમિટેડઃ આ જથ્થાબંધ બિઝનેસ ૬૯ વર્ષીય ચેરમેન ડો. રેમી રેન્જર CBE એ ૧૯૯૫માં સ્થાપ્યો હતો. કંપની આફ્રિકા, મિડલ ઈસ્ટ અને ઈસ્ટ એશિયાના બજારોમાં ૧૩૦ દેશોને ઘરગથ્થું ખાદ્યપદાર્થો પૂરા પાડે છે. વેસ્ટ લંડનની આ કંપની પોતાની બ્રાન્ડ્સ બનાવે છે અને યુનિલિવર, નેસ્લે અને હેઈન્ઝ સહિતના ક્લાયટન્સ માટે ડિસ્ટ્રિબ્યુશન કરે છે. રેન્જર પરિવારની જ માલિકીની કંપનીનું સેલ્સ ૧૬૧.૧ મિ. પાઉન્ડ અને કાર્યકારી નફો ૬.૩ મિ. પાઉન્ડ છે.

ગ્લોબલ ટી એન્ડ કોમોડિટીઝ લિમિટેડઃ કેન્યા, માલાવી, ભારત અને યુકેમાં ટ્રેડિંગ ઓફિસો ધરાવતી ગ્લોબલ ટી વર્ષે ૫૫ મિલિયન કિલોગ્રામથી વધુ ચાહનું હેન્ડલિંગ કરે છે. તે ખાનગી લેબલ માર્કેટ માટે પણ ચાહ અને કોફીનો સપ્લાય કરે છે. આ ગ્રૂપની સ્થાપના ચેરમેન નદીન અહેમદે ૧૯૯૧માં કરી હતી. કંપનીનું સેલ્સ ૧૨૩.૩ મિ. પાઉન્ડ અને કાર્યકારી નફો ૩.૪ મિ. પાઉન્ડ છે.

સ્ટેનમોરઃ કેન્ટસ્થિત અને ૧૯૫૮માં સ્થાપિત બિઝનેસની માલિકી મેનેજિંગ ડાયરેક્ટર રાજબીરસિંહ માનકની છે. કંપની લંડન અને સાઉથઈસ્ટ ઈંગ્લેન્ડમાં બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર્સ અને ડેવલપર્સ માટે ઈન્ટરનલ અને એક્સટર્નલ ફિનિશિંગનું કામકાજ કરે છે. કંપનીનું સેલ્સ ૧૨૩.૩ મિ. પાઉન્ડ અને કાર્યકારી નફો ૨૦.૫ મિ. પાઉન્ડ છે.

મિલેનિયમ ગ્રૂપઃ કેશ એન્ડ કેરી તથા જથ્થાબંધ બિઝનેસ ધરાવતા એસેક્સસ્થિત મિલેનિયમ ગ્રૂપની સ્થાપના ૧૯૯૯માં થઈ હતી. યુકેના હોલસેલર્સ અને રીટેઈલર્સને બ્રાન્ડેડ ગ્રોસરીઝ અને ડ્રિન્ક્સ સપ્લાય કરતું પારિવારિક જૂથ યુરોપ, આફ્રિકા અને યુએઈમાં નિકાસ પણ કરે છે. રિશી અને શ્યામ લાખાણી સંચાલિત કંપનીના મુખ્ય શેરહોલ્ડર પન્ના મશરુ (૯૦ ટકા) અને રિશી લાખાણી (૧૦ ટકા)ના હિસ્સા ધરાવે છે. કંપનીનું સેલ્સ ૧૨૧.૯ મિ. પાઉન્ડ અને કાર્યકારી નફો ૫.૬ મિ. પાઉન્ડ છે.   


comments powered by Disqus


The Expansion of Heathrow Airport


Dear valued reader,

Here at Gujarat Samachar, we are conducting an investigation in to the potential impacts of the expansion of London's Heathrow Airport. Following Parliaments' approval of the construction of a third runway, we are seeking to gain a better understanding of how the public feels regarding this sizeable proposal. We ask that you reply to our questionnaire so that we can get a feel of how our readers view the potential expansion. Views of those local to West London are particularly welcome.to the free, weekly Gujarat Samachar email newsletter