આયર્લેન્ડમાં ગેરકાયદેસર વસાહતીઓને વર્ક પરમિટ આપવાની યોજના

17000 વિદેશી નાગરિકોને આ યોજનાનો લાભ મળવાની સંભાવના

Wednesday 03rd August 2022 05:24 EDT
 

લંડન

આયર્લેન્ડમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશીઓને વર્ચ પરમિટ આપતી નવી યોજના શરૂ કરાઇ છે જેના દ્વારા તેમને નાગરિકતા મેળવવાના માર્ગ પણ ખુલ્લાં થશે. આયર્લેન્ડમાં 17000 લોકો ગેરકાયદેસર રીતે વસવાટકરી રહ્યાં છે. આ યોજના તૈયાર કરવામાં સરકારની મદદ કરનાર સંસ્થા માઇગ્રન્ટ્સ રાઇટ્સ સેન્ટર આયર્લેન્ડના જણાવ્યા અનુસાર આ યોજના જુલાઇના અંતમાં બંધ કરાશે. જે લોકો યુરોપિયન સંઘના કોઇપણ દેશમાં દસ્તાવેજો વિના 4 વર્ષ રહ્યાં હોય તેઓ આ યોજનામાં અરજી કરી શકે છે. સંતાનો ધરાવતા વ્યક્તિ માટે આ સમયગાળો 3 વર્ષનો રખાયો છે. વર્ક પરમિટ આપતી વખતે સારા ચારિત્ર્ય અને ક્રિમિનલ રેકોર્ડને ધ્યાનમાં લેવાશે. આયર્લેન્ડમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા વિદેશી નાગરિકોને અસ્થાયી નોકરીઓ કરવી પડે છે અને તેમને લઘુતમ વેતન પણ ચૂકવાતું નથી. તેઓ સરકાર દ્વારા અપાતી આરોગ્ય અથવા તો કાયદાકિય સેવાઓનો લાભ પણ મેળવી શક્તાં નથી. તેમને સતત એક ભયના ઓથાર હેઠળ જીવવાની ફરજ પડે છે. છેલ્લા 10 વર્ષથી આ પ્રકારના વિદેશીઓને દેશમાં વર્ક પરમિટ અને નાગરિકતા આપવાની માગ ચાલી રહી હતી. વર્ષોથી આઇરિશ સરકારો અમેરિકામાં વસતા ગેરકાદેસર આઇરિશ લોકો માટે નાગરિકતાની અમેરિકા સમક્ષ માગ કરી રહી હતી પરંતુ ઘરઆંગણે આ સમસ્યાની અવગણના કરતી હતી. જસ્ટિસ ડિપોર્ટમેન્ટે જણાવ્યું છે કે અત્યારસુધીમાં 7000 લોકો અરજી કરી ચૂક્યાં છે અને તેમાંથી 1300 લોકોને એપ્રિલ સુધી આયર્લેન્ડમાં રહેવાની પરવાનગી આપી દેવાઇ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter