ઈન્ડિયા એક્ઝિમ બેન્કઃ ભાગીદાર દેશોમાં સામાજિક-આર્થિક અસરોનું સર્જન

Tuesday 14th June 2022 15:42 EDT
 

લંડનઃ ઈન્ડિયા એક્ઝિમ બેન્કની લંડન બ્રાન્ચના ચીફ મેનેજર્સ દ્વારા ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)ના સહયોગમાં 8 જૂન બુધવારે લંડનમાં આયોજિત ‘સ્ટેકહોલ્ડર આઉટરીચ’ ઈવેન્ટમાં બેન્કના બિઝનેસ અને નવી પહેલોની સંક્ષિપ્ત રજૂઆત કરવામાં આવી હતી. આ ઈવેન્ટ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી નિમિત્તે ભારત સરકારની ફાઈનાન્સ મિનિસ્ટ્રી દ્વારા આયોજિત ‘આઈકોનિક વીક’ના ભાગરૂપે હતો.

લંડન બ્રાન્ચના ચીફ મેનેજર્સ શ્રીજેશ નીલનાથ અને સિદ્ધાર્થ શંકરે બેન્કની બિઝનેસ કામગીરી, મુખ્ય પ્રોગ્રામ્સ, કોમર્શિયલ બિઝનેસ અને નવી પહેલોની રજૂઆત કરી હતી. શ્રીજેશે જણાવ્યું હતું કે,‘ એક્ઝિમ બેન્કનું વિઝન એક્સપોર્ટ ક્રેડિટ્સ અને એક્સપોર્ટ કેપેબિલિટી ક્રીએશનના અભિગમમાંથી ઉદ્ભવી કંપનની બિઝનેસ સાઈકલના તમામ તબક્કામાં બિઝનેસીસને સશક્ત બનાવવા નિવિધ પ્રોડક્ટ્સ અને સર્વિસીસ ઓફર કરવા સાથે વધુ ગ્રાહકલક્ષી બનાવાયો છે.’

તેમણે સમજાવ્યું હતું કે,‘ઈન્ડિયા એક્ઝિમ બેન્ક ભારત સરકાર વતી અને પોતાની લાઈન્સ ઓફ ક્રેડિટ (LOC) પૂરી પાડે છે. 31 માર્ચ, 2022 સુધી LOC હેઠળ કુલ બાકી લોન્સ 6,609.00 મિલિયન અમેરિકી ડોલર છે. 10 વર્ષના ગાળામાં કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ- વાર્ષિક વૃદ્ધિદર 12.74 ટકાનો છે જે બેન્કના કુલ લોન પોર્ટફોલીઓના 41 ટકા થાય છે જેની સામાજિક-આર્થિક અસર ભાગીદાર દેશોના વિવિધ સેક્ટર્સમાં સર્જાય છે.

31 માર્ચ, 2022 સુધી 66 દેશોને 31.96 બિલિયન અમેરિકી ડોલરના ક્રેડિટ કમિટમેન્ટ્સથી 310 LOCથી આવરી લેવાયા હતા. નાણાકીય વર્ષ 2022માં ભારત સરકાર દ્વારા ગુયાના, કિર્ગીઝ રિપબ્લિક, માડાગાસ્કર, પેલેસ્ટાઈન અને શ્રી લંકાની સરકારોને 1.13 બિલિયન અમેરિકી ડોલરની 6 LOC મંજૂર કરાઈ હતી.

16 દેશોમાં 34 પ્રોજેક્ટ્સ માટે 31 માર્ચ, 2022 સુધી બાયર્સ ક્રેડિટ NEIA- નેશનલ એક્સપોર્ટ્ ઈન્સ્યુરન્સ એકાઉન્ટ હેઠળ 3.01 બિલિયન અમેરિકી ડોલર મંજૂર કરાયા હતા. આ સમય સુધી બાકી BC-NEIA પોર્ટફોલીઓ 1.05 બિલિયન અમેરિકી ડોલરનો હતો. ભારત સરકારે 33,000 કરોડ રુપિયાના મૂલ્યના એક્સપોર્ટ પ્રોજેક્ટસને મદદ કરવા 1,650 કરોડ રૂપિયા NEIAમાં ઠાલવ્યા હતા જેનો સંપૂર્ણ ઉપયોગ કરાયો છે.’

શ્રીજેશે જણાવ્યું હતું કે,‘નાણાકીય વર્ષ 2022માં કોમર્શિયલ બિઝનેસ હેઠળ 30,806 કરોડ રુપિયાના મૂલ્યની 129 દરખાસ્તોને મંજૂરી અપાઈ હતી. એશિયા પાસિફિક, આફ્રિકા અને CIS ના 39 દેશોમાં 19,380 કરોડ રુપિયાના મૂલ્યના 75 પ્રોજેક્ટ એક્સપોર્ટ કોન્ટ્રાક્ટ્સને સપોર્ટ અપાયો હતો. ઓવરસીઝ ઈન્વેસ્ટમેન્ટ માટે કુલ 63,877.51 કરોડ રુપિયાની સહા. કરવામાં આવી હતી.’

FICCI UK ના ડાયરેક્ટર ડો. પરમ શાહે જણાવ્યું હતું કે,‘‘આઈકોનિક વીક’ અંતર્ગત ઈવેન્ટ માટે એક્ઝિમ બેન્કની લંડન બ્રાન્સ સાથે ભાગીદારીનો અમને આનંદ છે. આ ઈવેન્ટથી વૈશ્વિક મહત્ત્વાકાંક્ષા સાથેની ભારતીય કંપનીઓ માટે કાયમી તફાવત ઉભો કરવા એક્સપોર્ટ ફાઈનાન્સમાં બેન્કની નિપૂણતા બાબતે હિસ્સેદારો સાથે શેરિંગ કરી શકાયું છે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter