લંડનઃ પ્રતિબંધિત સંગઠન અલ મુહાજિરોંના નેતા અંજેમ ચૌધરીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ કટ્ટરવાદી સંબોધક યુકેના આતંકવાદી કાયદાઓ અંતર્ગત પ્રતિબંધિત એવા જૂથને દિશાનિર્દેશ આપવા અને ઓનલાઇન મિટિંગો દ્વારા તેને સમર્થન આપવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે દોષી ઠેરવાયો હતો. અંજેમ ચૌધરીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે તેનો અર્થ એ થયો કે તે 85 વર્ષ કે તેથી વધુ વયનો થશે ત્યાં સુધી તે પેરોલની માગ કરી શકશે નહીં. વૂલવિચ ક્રાઉન કોર્ટ દ્વારા અંજેમ ચૌધરીને લઘુત્તમ 28 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. તેને ગયા સપ્તાહમાં વિવિધ આરોપો માટે દોષી ઠેરવાયો હતો.