કોરોના વાઇરસ કહી ધિક્કારવા બદલ જેલની સજા

Wednesday 25th March 2020 03:46 EDT
 

લંડનઃ વેસ્ટ બ્રોમવીચમાં એક સ્ટોરમાં ચોરીના ગુના બદલ ઝડપાયેલી વ્યક્તિ સામે પોલીસકર્મીને કોરોના વાઇરસ તરીકે સંબોધી ધિક્કારવાના ગુના બદલ સજા જાહેર થઇ છે. ડિડલીના 27 વર્ષના ઈયાન રોલીન્સનને વોલસાલ મેજીસ્ટ્રેટની કોર્ટ દ્વારા શુક્રવારે 16 અઠવાડિયાની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેની સામે વંશિય ઉત્તેજીત પજવણી બદલ બે ગુના, હુમલો કરવા બદલ ગુના અને દુકાનમાંથી ચોરી બદલ એક ગુનો નોંધાયો હતો.

રોલીન્સન વેસ્ટ બ્રોમવીચના એસ્લે પાર્કસ્થિત બી એન્ડ એમ સ્ટોરમાં 100 પાઉન્ડની કિંમતના આફ્ટરશેવની ચોરી કરતાં ઝડપાયો હતો. ધરપકડ સમયે તેણે પોલીસ અધિકારીને પાકિ તરીકે સંબોધીને કોરોના વાઇરસ, કોરોના વાઇરસ, તેનાથી મુક્તિ મેળવો...ની બૂમો પાડીને લોકોનું ટોળું એકત્ર કર્યું હતું. તેણે પ્રથમ સુનાવણીમાં પોતાના તમામ ગુના કબૂલ કર્યા હતા.

સીપીએસના સભ્ય નાથન મીબાઈએ કહ્યું હતું કે ધિક્કાર ગુના આચરનારા માટે આ સજા અગત્યનો સંદેશ આપશે કે આપણા સમાજમાં કોઇપણ પ્રકારનો પૂર્વગ્રહ સહન નહીં કરવામાં આવે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter