ગેમ્બલિંગ કંપનીઓએ ટેક્સ ભરવો પડશે

Wednesday 20th March 2019 03:10 EDT
 

લંડનઃ કલ્ચર મિનિસ્ટર મીમ્સ ડેવિસે ચેતવણી આપી હતી કે ગેમ્બલિંગ કંપનીઓ વ્યસનીઓની સારવાર તેમજ શિક્ષણના ખર્ચની ચૂકવણી માટે નાણાં નહિ વધારે તો તેમણે ફરજિયાત ટેક્સ ચૂકવવો પડશે.

યુકેમાં દર વર્ષે ગેમ્બલિંગ સંબંધિત ૫૫૦ જેટલા આપઘાતના કિસ્સા બને છે તેના સંદર્ભમાં આ પગલું હોઈ શકે તેમ સંશોધનમાં સૂચવાયું હતું. ગેમ્બલિંગ ડિસઓર્ડરનું નિદાન થયેલી વ્યક્તિઓના સ્વીડિશ અભ્યાસ દ્વારા આ આંકડો મળ્યો હતો. તેમનામાં સામાન્ય લોકોની સરખામણીમાં આત્મહત્યાનો દર ૧૫ ટકા વધુ હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter