ચાન્સેલર ફિલિપ હેમન્ડ બજેટમાં બ્રેક્ઝિટ માટે £૬૦ બિલિયનની વિશેષ ફાળવણી કરશે

Tuesday 07th March 2017 04:32 EST
 
 

લંડનઃ ચાન્સેલર ફિલિપ હેમન્ડ બુધવારે હાઉસ ઓફ કોમન્સ સમક્ષ પોતાનું પ્રથમ નિયમિત બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે આ બજેટમાં સિગારેટ્સ પર કરવધારો તેમજ સ્વરોજગાર ધરાવતી વ્યક્તિઓ માટે નેશનલ ઈન્સ્યુરન્સમાં વધારો જોવા મળશે. ચાન્સેલર બ્રેક્ઝિટ માટે ૬૦ બિલિયન પાઉન્ડની વિશેષ ફાળવણી કરી રહ્યા છે. બ્રેક્ઝિટના પગલે આર્થિક ઉથલપાથલ થાય તો તેને હલ કરવાની તૈયારી રુપે આ રકમ બાજુએ રાખવા માગે છે. અન્ય ખર્ચાઓ માટે અન્ય ક્ષેત્રોમાં કાપ મૂકીને ભંડોળ ઉભું કરવાનો તેમનો વિચાર છે. બીજી તરફ, કટોકટીગ્રસ્ત NHS માટે ૧૨ બિલિયન પાઉન્ડ ફાળવવા જોઈએની માગણીએ જોર પકડ્યું છે.

ચાન્સેલર હેમન્ડ પોતાના પ્રથમ બજેટમાં સોશિયલ કેર માટે વધારાના ૧.૩ બિલિયન પાઉન્ડ, નવા વોકેશન ‘ટી-લેવલ ક્વોલિફિકેશન્સ’ માટે ૫૦૦ મિલિયન પાઉન્ડની ફાળવણી ઉપરાંત, થોડી રાહતો પણ જાહેર કરશે. બીબીસી સાથેની મુલાકાતમાં ચાન્સેલરે બ્રિટિશ અર્થતંત્ર ઘણો સારો દેખાવ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું. આમ છતાં, ખાધ હજુ હોવાની ચેતવણી પણ આપી હતી. અર્થશાસ્ત્રીઓ કહે છે કે અપેક્ષા કરતા વધુ કર આવક અને તંદુરસ્ત આર્થિક વિકાસના કારણે ચાન્સેલર હેમન્ડ પાસે ૪૫ બિલિયન પાઉન્ડ ખર્ચવા માટે ફાજલ છે.

ચાન્સેલરના બજેટની અપેક્ષાઓ અને શક્યતાઃ

• અપેક્ષિત વૃદ્ધિની આગાહીઓ અને ઋણના આંકડા કરતા સારી સ્થિતિ હોવાથી સરકાર પાસે ઘણી સારી તક છે • બ્રેક્ઝિટ ઉથલપાથલની ચેતવણી સાથે નાણાની અલગ ફાળવણી • સોશિયલ કેર, યુવા વર્ગ માટે વ્યાવસાયિક તાલીમ અને નવા ડી ડે મેમોરિયલ માટે ૨૦ મિલિયન પાઉન્ડના ખર્ચની પ્રતિબદ્ધતા • સિગારેટ્સ પર ટેક્સ વધારા અને સ્વરોજગારીઓ પર નેશનલ ઈન્સ્યુરન્સ દર ૯ ટકાથી વધારી ૧૨ ટકા કરી ભંડોળ ઉભું કરવામાં આવશે • સન્ડે ટાઈમ્સના રિપોર્ટ મુજબ કરવધારા પછી સિગારેટનું સૌથી સસ્તું પેકેટ ૮.૬૮ પાઉન્ડનું હશે જ્યારે સ્વરોજગારી વર્કરો માટે નેશનલ ઈન્સ્યુરન્સમાં ૩ પેન્સની વૃદ્ધિ થશે • ગ્રાહકો સાથે યુક્તિ-પ્રયુક્તિઓ આદરતા અને ઓટોમેટિક સબસ્ક્રીપ્શન માટે ફસાવતા ઓનલાઈન રીટેઈલર્સને દંડ કરાશે • ૧૬-૧૯ વયજૂથના યુવા વર્ગ માટે કૌશલ્ય તાલીમ પાછળ ૨૦૧૯થી વાર્ષિક ૫૦૦ મિલિયન પાઉન્ડની જોગવાઈ કરવામાં આવશે • ટેક્નિકલ એજ્યુકેશન માળખામાં ધરખમ સુધારામાં ૧૩,૦૦૦ અલગ અલગ કેવોલિફિકેશનના બદલે વિશ્વસ્તરીય ૧૫ રુટ્સની વ્યવસ્થા રાખવામાં આવશે • આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, રોબોટિક્સ અને ઈલેક્ટિક કાર્સને પ્રોત્સાહન આપવા ૨૭૦ મિલિયન પાઉન્ડનું ભંડોળ, સાયન્સ, ટેકનોલોજી અને ઈજનેરી ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપવા ૧,૦૦૦ PhD બેઠકો માટે વધારાના ૯૦ મિલિયન પાઉન્ડનું ભંડોળ તેમજ યુનિવર્સિટી સંશોધનો માટે ૨૦૦ મિલિયન પાઉન્ડનું ભંડોળ જોહેર કરાશે • ઈલેક્ટિક કાર્સ અને સુપરફાસ્ટ ફોન્સ માટે ૫૦૦ મિલિયન પાઉન્ડની જોગવાઈ કરીને ચાન્સેલર નવા 5G સ્ટાન્ડર્ડની રેસમાં બ્રિટન પાછળ રહી ન જાય તે માટે યોજના જાહેર કરશે. આ માટે યુનિવર્સિટીઓમાં 5G ટ્રાયલ્સનો આરંભ કરાશે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી