ચારમાંથી એક કર્મચારીને નોકરી ગુમાવવાનો ભય

Wednesday 08th September 2021 05:01 EDT
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકની જોબ રિટેન્શન સ્કીમ સપ્ટેમ્બર મહિનાના અંતે સમાપ્ત થઈ રહી છે ત્યારે ચારમાંથી એક કર્મચારીને નોકરી ગુમાવવાનો ભય સતાવે છે. આમાં પણ યુવા વર્કર્સ અને ખાસ કરીને ૧૮-૩૪ વયજૂથના ત્રણમાંથી એક કર્મચારીને છટણી કરાવાનો ડર લાગે છે. બિઝનેસીસ પણ સરકારી સહાય બંધ થવા પહેલા જ કર્મચારીઓની છટણી કરવાની તૈયારી ધરાવે છે.

પર્સનલ ફાઈનાન્સ ફર્મ નેર્ડવોલેટ દ્વારા આશરે ૧,૦૦૦ કર્મચારીના સર્વેમાં જણાયું હતું કે ૨૪ ટકાને તેમની નોકરી ખતરા હેઠળ છે અને ફર્લો સ્કીમ બંધ થયા પછી બિઝનેસીસે તેમના ખર્ચાઓમાં કાપ મૂકવો પડશે. હજુ થોડા સમય સુધી કોવિડ સંબંધિત નાણાકીય પ્રેશર તેમના પર રહેશે. સૌથી વધુ ચિંતા ૧૮-૩૪ વયજૂથના યુવા વર્કર્સને છે. મોટા ભાગના બ્રિટિશરોને હાલ જોબ સિક્યુરિટી જોખમમાં હોવાનું જણાય છે. થિન્ક ટેન્ક રેઝોલ્યુશન ફાઉન્ડેશન અનુસાર ફર્લો સ્કીમે અત્યાર સુધી ૧૧ મિલિયન નેકરીઓનું રક્ષણ કરી બેરોજગારીને અટકાવી છે. સ્કીમ બંધ થશે ત્યારે લગભગ ૯૦૦,૦૦૦ વર્કર્સ તેનો લાભ મેળવતા હશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter