નાણાં ચૂકવણીમાં વિલંબ બદલ સેન્ટેન્ડરને જંગી દંડ

Wednesday 09th January 2019 01:50 EST
 
 

લંડનઃ મૃત્યુ પામેલા ૪૦,૦૦૦થી વધુ લોકોની લગભગ ૧૮૩ મિલિયન પાઉન્ડની રકમ તેમના વારસદારોને ચૂકવવામાં નિષ્ફળ ગયેલી સેન્ટેન્ડર બેંકને સિટી વોચડોગ્સ દ્વારા ૩૨.૮ મિલિયન પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

‘ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી’ દ્વારા જણાવાયું હતું કે બેંકની સિસ્ટમમાં ખામીને લીધે આ રકમ વારસદારોને ચૂકવાઈ ન હતી. આ સમસ્યાની જાણ થયાં પછી પણ બેંકે રેગ્યુલેટરોને તેના વિશે જાણ કરી ન હતી. ૨૧ વર્ષ અગાઉ મૃત્યુ પામેલા ખાતાધારકોના નાણાં ચૂકવાયા નથી. તેમાં હોલોકાસ્ટમાં બચી ગયેલા અને ૧૩ વર્ષ અગાઉ મૃત્યુ પામેલી એક વ્યક્તિના ૧૩૦,૦૦૦ પાઉન્ડની રકમ પણ સામેલ છે. તેઓ આ રકમ બાળકોની ચેરિટીને આપવા માંગતા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter