પર્મ સંધુ JPI મીડિયાના ચેરમેન

Thursday 17th January 2019 05:08 EST
 
 

લંડનઃ ન્યૂઝપેપર પબ્લિશર જેપીઆઈ મીડિયાનું નિયંત્રણ સંભાળતી ફાયનાન્સ કંપનીઓએ સોદાબાજીમાં અને કંપનીની પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તન લાવવામાં નિષ્ણાત ‘ટર્ન એરાઉન્ડ સ્પેશિયાલિસ્ટ’ પર્મ સંધુની કંપનીના ચેરમેન પદે નિમણુંક કરી હતી.

જર્મન કેબલ ઓપરેટર યુનિટી મીડિયાના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ સિંધુની આ નવી કંપનીમાં તેના માલિકો અને અગાઉ તેને નાણાં ધીરનાર જહોન્સ્ટન પ્રેસ દ્વારા નિમણુંક કરવામાં આવી છે.

વહીવટકર્તાઓ સાથેના અગાઉ નક્કી કરેલા સોદા મુજબ ડેબ્ટ ઈન્વેસ્ટર્સના સંચાલન હેઠળના જેપીઆઈ મીડિયાએ બેલફાસ્ટમાં ધ યોર્કશાયર પોસ્ટ, અને ધ ન્યૂઝ લેટર સહિત આઈ નેશનલ ન્યૂઝપેપર અને ૨૦૦ જેટલાં લોકલ ટાઈટલ્સ ખરીદ્યા હતાં. ઓનરશિપ ગ્રૂપનું નેતૃત્વ ન્યૂયોર્કનું હેજ ફંડ ગોલ્ડન ટ્રી એસેટ મેનેજમેન્ટ સંભાળે છે.

સિંધુ ગ્રીક ટેલિકોમ્સ ઓપરેટર વિન્ડ હેલાસના ચેરમેન છે. તેઓ યલો પેજિસના પ્રકાશક હિબુના પણ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તેનો અંકુશ પણ ગોલ્ડન ટ્રી સહિત ધિરાણકર્તાઓએ મેળવી લીધો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter