પ્રિન્સ ચાર્લ્સ હવે માસ્ક નહિ પહેરે

Wednesday 21st July 2021 05:07 EDT
 
 

લંડનઃ પ્રિન્સ ઓફ વેલ્સ સરકાર દ્વારા સલાહ અપાશે ત્યારે જ ચહેરા પર માસ્ક લગાવશે. પ્રિન્સ ચાર્લ્સ ૧૯ જુલાઈના ફ્રીડમ ડેના પગલે ચેરિટી ઈવેન્ટ્સ સહિતના કાર્યક્રમોમાં હવે માસ્ક પહેરશે નહિ. પ્રિન્સે પહેલી વખત ઈનડોર કાર્યક્રમમાં ભાગ લીધો છે અને તેમણે માસ્ક પહેર્યો ન હતો.

પેલેસના સૂત્રે જણાવ્યું હતું કે ૧૮ મહિનામાં પહેલી વખત સામાન્ય પરિસ્થિતિ તરફ પાછા ફરી રહ્યા છીએ. આપણે આગળ જોવાનું છે પાછળ નહિ. પ્રિન્સે નવા નિયમોના પ્રથમ દિવસે જે ઈવેન્ટમાં ભાગ લીધો હતો તે વિશાળ જગ્યા હતી અને લોકોએ સામાજિક અંતર જાળવ્યું હતું. પ્રિન્સ જાહેરમાં દેખા દે ત્યારે ભીડ એકત્ર ન થાય તે માટે તેમનો કાર્યક્રમ ગુપ્ત રખાયો હતો.

ડચેસ ઓફ કોર્નવોલ પણ માસ્કનો નિયમ પડતો મૂકાયા બદલ ખુશ જણાયાં હતાં. કાર્ડિફમાં રોયલ વેલ્શ કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડ્રામાની મુલાકાત વેળાએ તેમણે એક વિદ્યાર્થિની સાથે વાત દરમિયાન પોતાના માસ્કનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે હું આને છોડી દેવા ઘણી આતુર છું. પ્રિન્સ અને ડચેસે વેક્સિનના ડોઝ લીધાં છે તેમણે પ્રથમ ડોઝ ફ્બ્રુઆરીમાં લીધો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter