પ.પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે ‘શત્ શત્ વંદન’ વિશેષાંકનું વિમોચન

Wednesday 18th January 2023 12:30 EST
 
 

‘ગુજરાત સમાચાર’ અને Asian Voice દ્વારા પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી પ્રસંગે વિશેષાંક ‘શતઃ શતઃ વંદન પ્રમુખસ્વામી’ પ્રકાશિત કરાયો છે.
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના જીવનસંદેશની સુંદર રજૂઆત કરતા વિશેષાંકનું 12 જાન્યુઆરીએ પ્રમુખસ્વામી નગરમાં યોજાયેલી પ્રાતઃસભામાં પ.પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે વિમોચન થયું હતું. શ્રી સી.બી. પટેલની અનુપસ્થિતિમાં તેમના વતી એબીપીએલ ગ્રૂપના એડવર્ટાઈઝિંગ મેનેજર શ્રી કિશોરભાઈ પરમારે
પૂ. કોઠારી સ્વામી પાસેથી સન્માન સ્વીકાર્યું હતું તેમજ પ.પૂ. મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે હરિભક્તોની સભામાં એ બાબતનો સવિશેષ ઉલ્લેખ કરાયો હતો કે શ્રી સી.બી. પટેલ અને તેમનો પરિવાર બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રી મહારાજના વખતથી BAPS સાથે ગાઢ સંબંધ ધરાવે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter