ફરિયાદી સામે કાનૂની કાર્યવાહીમાં કાઉન્સિલરને £૧૦૦,૦૦૦ નો ખર્ચ !

Wednesday 07th August 2019 05:06 EDT
 
 

લંડનઃ બ્રિટનની સૌથી મોટી લોકલ ઓથોરિટી બર્મિંગહામ સિટી કાઉન્સિલના સિનિયર કાઉન્સિલર વસીમ ઝફરને એક વ્યક્તિને પોતાના વિરુદ્ધ આક્ષેપ કરતી અટકાવવાના નિષ્ફળ પ્રયાસ બાદ કાનૂની લડત પાછળ અંદાજે ૧૦૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ થયો હતો.

લેબરના નિયંત્રણ હેઠળની બર્મિંગહામ સિટી કાઉન્સિલના કેબિનેટ મેમ્બર ફોર ટ્રાન્સપોર્ટ એન્ડ એન્વિરોનમેન્ટ વસીમ ઝફરે ચેરિટીના ફંડનો દુરુપયોગ કર્યો હતો અને પોતાની પત્નીને માર મારતા હોવાનો આરોપ ૪૭ વર્ષીય દૂરના સગા અસફ ખાને ઝફર પર મૂક્યો હતો. અસફ ખાને ઝફરને બે પત્ની હોવાનો પણ આરોપ મૂક્યો હતો. અસફ ખાન ભૂતપૂર્વ ફાર્માસ્યુટિકલ વર્કર હોવા ઉપરાંત, ઝફરની માતાના ફૂલ-ટાઈમ કેરર છે.

વોલન્ટરી સેક્ટરમાં સેવા બદલ ૨૦૧૨માં MBE એવોર્ડથી સન્માનિત ઝફર વિરુદ્ધ અસફ ખાને ટ્વીટર એકાઉન્ટ પર તેમના રાજકીય જીવન વિશે આક્ષેપો કર્યા હતા. આ સંદર્ભે ઝફરે લગભગ બે વર્ષ અગાઉ પોતાની કનડગત બદલ અસફ ખાન સામે કાનૂની કાર્યવાહી આરંભી હતી. પાછા ખેંચી લેવાયેલા આ કેસ પાછળ વસીમ ઝફરને ૧૦૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ થયો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter