લંડનઃ ઇલફોર્ડ અને રોમફોર્ડના બે લેભાગુઓ દ્વારા સેંકડો લોકોને બનાવટી કાર ઇન્શ્યુરન્સ પોલિસી આપીને છેતરપિંડી કરાઇ છે. રોમફોર્ડના ઇકરામ રફિકે ઇન્શ્યુરન્સ બ્રોકર બનીને 900 કરતાં વધુ લોકોને ઓછી કિંમતની ગણાવીને બનાવટી ઇન્શ્યુરન્સ પોલિસી પધરાવી દીધી હતી. તેના પિતરાઇ ઇલફોર્ડના મોહમ્મદ હમદે રફિક દ્વારા ઉઘરાવાયેલા નાણાને સગેવગે કરવામાં ભુમિકા ભજવી હતી.
જુલાઇ 2023માં રફિકને ઇનર લંડન ક્રાઉન કોર્ટે ફ્રોડ અને મની લોન્ડરિંગ માટે દોષી ઠેરવી બે વર્ષની સસ્પેન્ડેડ જેલ અને 220 કલાક અનપેઇડ વર્કની સજા કરી હતી જ્યારે હમદને મની લોન્ડરિંગ માટે દોષી ઠરાવી અદાલતે 15 મહિનાની સસ્પેન્ડેડ જેલ અને 180 કલાક અનપેઇડ વર્કની સજા કરી હતી. અદાલતે બંને અપરાધીન 3,76,608 પાઉન્ડ પરત કરવાનો પણ આદેશ આપ્યો હતો.