બર્મિંગહામમાં સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ

Tuesday 29th April 2025 15:14 EDT
 
 

બર્મિંગહામઃ યુકેનો સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ 16-17 મે 2025 દરમિયાન NEC બર્મિંગહામ ખાતે યોજાનાર છે. આ બે દિવસીય ઈવેન્ટમાં 10,000થી વધુ ડેન્ટલ પ્રોફેશનલ્સ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઘડવા એકત્ર થશે. આ મેગા ઈવેન્ટમાં 200થી વધુ વિશ્વપ્રસિદ્ધ વક્તાઓનો સમાવેશ થવા સાથે 11 થીએટર્સમાં 400થી વધુ પ્રદર્શનો યોજાશે જ્યાં નેટવર્કિંગ તકો પૂરી પાડવામાં આવશે.

સ્પેશિયાલિસ્ટ પેરીઓડોન્ટિસ્ટ રીના વાડિઆએ જણાવ્યું હતું કે,‘ હું માનું છે કે વ્યક્તિઓ સાથે રૂબરૂ મુલાકાત કરવામાં આવે તે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે. લોકો સાથે અરસપરસ વ્યવહાર-નેટવર્કિંગ, મિત્રો સાથે મળવા અને તમારા સ્પેશિયાલિટી વિષયમાં અદ્યતન માહિતી મેળવવા નિષ્ણાતો સાથે વાર્તાલાપમાં જોડાવા માટે આ સૌથી યોગ્ય સ્થળ છે.’

વધુ માહિતી માટે https://birmingham.dentistryshow.co.uk/ વેબસાઈટની મુલાકાત લઈ શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter