બ્રિટિશ માલિકીની ૨૦ ન્યૂક્લીઅર સબમરીનનો નિકાલ પણ મુશ્કેલ

Sunday 14th April 2019 03:18 EDT
 
 

લંડનઃ બ્રિટન પાસે છેક ૧૯૮૦ના દાયકાની ૨૦ ન્યૂક્લીઅર સબમરીનો નકામી સ્થિતિમાં પડી રહેલી છે. ડેવોનના ડેવનપોર્ટ અને ફાઈફના રોઝીથમાં સંગ્રહ કરાયેલી આ ઝેરી સબમરીન્સને ભંગારમાં પણ નિકાલ કરી શકાતો નથી કારણકે એક સબમરીનના નિકાલ પાછળ ૯૬ મિલિયન પાઉન્ડનો ખર્ચ કરવો પડે તેમ છે. આથી તેને સક્રિય ડ્યૂટીમાં હોય તેવી જ રીતે રાખવામાં આવે છે અને તેની પાછળ બમણો ખર્ચ કરવો પડે છે.

સક્રિય ડ્યૂટીમાંથી ફારેગ કરાયેલી આ સબમરીન્સમાં આજે પણ નાવિકો સહિતના કર્મચારી રાખવામાં આવે છે. નેશનલ ઓડિટ ઓફિસ (NAO)ની તપાસમાં જણાયું છે કે ડિફેન્સ મિનિસ્ટ્રીએ સંગ્રહ કરાયેલી આ ૨૦ સબમરિન્સ અને અણુશક્તિથી ચાલતી ૧૦ કાર્યરત બોટ્સને ૧૨૦ વર્ષથી વધુ જાળવણી કરવા પાછળ ૭.૫ બિલિયન પાઉન્ડના ખર્ચની ભાવિ જવાબદારી દર્શાવી છે.

ડિફેન્સ મિનિસ્ટ્રીએ તેની ઓપરેશનલ વાનગાર્ડ્સ અને એસ્ટ્યુટ્સ સબમરિન્સ અથવા અલગ પ્રકારના ન્યૂરીએક્ટર્સ ધરાવનારાં ભવિષ્યના ડ્રેડનોટ વેસલ્સના નિકાલ કરવાની યોજના જ તૈયાર કરી નથી. ડિસ્પોઝલ પ્રોગ્રામ્સમાં અક્ષમ્ય વિલંબ અને તેના પરિણામે ખર્ચા આસમાને આંબી રહ્યા છે. આ વહાણોમાં રેડિયોએક્ટિવ ફ્યૂલ દૂર કરાયું છે છતાં ઉત્સર્જન તેમજ કાટ લાગવાથી જોખમી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter