બ્રેક્ઝિટ સમજૂતી ડ્રાફ્ટને આખરે ઈયુના ૨૭ સભ્ય દેશોની બહાલી

Wednesday 28th November 2018 01:48 EST
 

લંડનઃ ૨૮ સભ્યના યુરોપિયન યુનિયન (ઇયુ)થી બ્રિટનના અલગ થવાની બ્રેક્ઝિટ સમજૂતી પર ઇયુના નેતાઓએ ૨૫ નવેમ્બર, રવિવારે મંજૂરી આપી દીધી છે. ઇયુના ૨૭ સભ્ય દેશોના નેતાઓએ ડ્રાફ્ટ સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ડોનાલ્ડ ટસ્કે બ્રસેલ્સમાં બ્રેક્ઝિટ મુદ્દે થયેલી વિશેષ બેઠક પછી ટ્વિટ દ્વારા આ માહિતી આપી હતી.

ટસ્કે કહ્યું હતું કે ઇયુ ૨૭એ ભવિષ્યના સંબંધો પર અલગ થવાની બ્રેક્ઝિટ સમજૂતી અને રાજકીય જાહેરાતનું સમર્થન કર્યું છે. યુરોપિયન મંત્રીઓએ ગત દિવસોમાં બ્રિટનને ઈયુમાંથી છુટા કરવાના કરારના મુસદ્દાને અંતિમ રૂપ આપ્યું હતું.

બ્રસેલ્સમાં ઈયુના ૨૭ નેતાઓએ શિખર સંમેલનમાં એક કલાકથી પણ ઓછા સમયની ચર્ચા પછી તેને સંમતિ આપી દીધી હતી. ઇયુના નેતાઓએ બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેએ બ્રેક્ઝિટ સમજૂતી પર સંસદમાં મંજૂરી મેળવી લેવા અંગેની ખાતરી આપ્યાં પછી આ નિર્ણય લીધો છે. બ્રિટિશ પાર્લામેન્ટમાં ટોરી પાર્ટીના બળવાખોરો સહિત સમજૂતીનો વિરોધ કરનારા સાંસદોને સમજાવવાનું અભિયાન વડા પ્રધાન થેરેસા મેએ શરૂ કરી દીધું છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter