લંડનઃ મોટા ભાગના 15 વર્ષીય ટીનેજર બિઝનેસ આઈડિયાઝ વિચારી શકતા નથી તો બીબીસી વનના ‘ડ્રેગન્સ ડેન’ સ્પર્ધામાં ભાગ લેવાનું તો ક્યાથી વિચારી શકે? આવા માહોલમાં ‘ડ્રેગન્સ ડેન’ કાર્યક્રમમાં 15 વર્ષની સૌથી નાની વયે પ્રવેશી નિર્ણાયકોને ગણતરીની મિનિટોમાં પોતાની અસ્ખલિત બિઝનેસ સ્પીચથી સ્તબ્ધ કરી સફળતા પ્રાપ્ત કરનારા શાયે ભટ્ટેશા-શર્માએ મેદાન મારી લીધું હતું.
શાયેની બિઝનેસ સ્પીચ એટલી સફળ રહી કે પીટર જોન્સ અને તૌકર સુલેમાને તત્કાળ ઓફર આપી હતી. શાયેની ઊંમરને ધ્યાનમાં લઈ ઓફરમાં ઈન્વેસ્ટમેન્ટ ઉપરાંત, બિઝનેસના સંપૂર્ણ સંચાલનો સમાવેશ પણ થતો હતો. આ વર્ષનાં ટર્નઓવનો અંદાજ 1 મિલિયન પાઉન્ડ અને કંપનીનું વેલ્યુએશન 3મિલિયન પાઉન્ડ મૂકાયું છે. આ સાથે શાયે દેશમાં સૌથી નાની વયના સ્વબળે બનેલા મિલિયોનર્સમાં એક હશે.
ફૂટબોલની રમતના અતિ ઉત્સાહી પ્રશંસક શાયેએ બોર્ડગેમ ‘ફૂટબોલ બિલિયોનેર’નું સર્જન કર્યું છે જ્યાં ખેલાડીઓ ક્લબ્સની ખરીદી કરી શકે છે, સ્ટેડિયમ્સ ખરીદી શકે છે તેમજ શ્રેષ્ઠ ખેલાડીઓને એકત્ર કરી સંપૂર્ણ ટીમ પણ બનાવી શકે છે. આ ઉપરાંત, નેનેજર્સને હાયર એન્ડ ફાયર કરી શકાય છે, એજન્ટ્સની સાથે સોદાબાજી, વિરોધીઓ સાથે ખેલાડીઓની અદલાબદલી, સ્પોન્સરશિપ ડીલ્સની વાટાઘાટો, ટ્રોફ્રીઓ પર વિજય હાંસલ કરવો અને તમારી ક્લબની હાલ સિટી ઓફ લંડન સ્કૂલમાં GCSE માટે અભ્યાસ કરી રહેલો શાયે કહે છે કે, ‘6 મહિના અગાઉ હું ટીવી પર મારો ફેવરિટ શો ‘ડ્રેગન્સ ડેન’ નિહાળી રહ્યો હતો ત્યારે મને કલ્પના પણ ન હતી કે હું લિફ્ટની બીજી બાજુ ડ્રેગન્સનો સામનો કરવા દરવાજો ખુલે તેની રાહ જોતો હોઈશ. મારી બોર્ડ ગેમ ‘ફૂટબોલ બિલિયોનેર’ વિશે જણાવવા મારી પસંદગી કરાઈ તે વાસ્તવિકતા પચાવી શકું તેના દિવસો અને સપ્તાહો સુધી હું નર્વસ રહ્યો હતો. કોઈ અનુભવ કે જાણકારી વિના ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશવું અતિ મુશ્કેલ હોવાનું કહેતા લોકો, વિશ્વ અને ડ્રેગન્સને બતાવી આપવાની મારા માટે આ તક હતી.’ શાયે 9 વર્ષનો હતો ત્યારથી બોર્ડ ગેમ્સની ડિઝાઈન કરતો આવ્યો છે જેના માટે ચેસ અને ફૂટબોલનો પ્રેમ કારણભૂત છે.