લંડનઃ બર્મિંગહામમાં એક સગીરાનું સેક્સ્યુઅલ શોષણ કરવા માટે મુહમ્મદ ઉસ્માનને 12 વર્ષ કેદ ફટકારવામાં આવી છે. ઉસ્માને તેના પર મૂકાયેલા માનસિક રીતે અસ્થિર સગીરાનું શોષણ કરવાના 7 આરોપોની કબૂલાત કરી હતી. તેની પાસેથી બાળકોની અશ્લિલ તસવીરો પણ મળી આવી હતી. જૂન 2022માં 39 વર્ષીય ઉસ્માનના કુકર્મો સામે આવ્યાં હતાં. એક સગીરાને ધમકાવવા માટે પોલીસને જાણ કરાયા બાદ પોલીસ તપાસમાં આ નરાધમના અપરાધો સામે આવ્યાં હતાં. ઇન્વેસ્ટિગેશન ટીમના અધિકારી હિરાહ ખાને જણાવ્યું હતું કે, ઉસ્માને પોતાની શારીરિક વિકૃતિઓ સંતોષવા માટે સગીરાનો ગેરલાભ લીધો હતો. તેને મળેલી સજાથી અમે ઘણા ખુશ છીએ.