મોરિસન્સ દ્વારા પેટ્રોલની કિંમતમાં ઘટાડો

Tuesday 12th May 2020 14:11 EDT
 

લંડનઃ સમગ્ર યુકેમાં પેટ્રોલની કિંમતમાં ઘટાડો કરનાર મોરિસન્સ પ્રથમ મુખ્ય રીટેઈલર છે. તેમણે પેટ્રોલની પ્રતિ લિટરે એક પાઉન્ડથી નીચી વેચાણકિંમત જાહેર કરી છે. કોરોના મહામારીના કારણે ગયા મહિને ઇંધણની વૈશ્વિક કિંમતોમાં છેલ્લાં ૧૮ વર્ષનો સૌથી મોટા ઘટાડો નોંધાયો હતો.

એપ્રિલ માસમાં સમગ્ર દેશમાં કેટલાક ફિલિંગ સ્ટેશનોએ ગ્રાહકોને આકર્ષવા માટે પેટ્રોલની વેચાણ કિંમત એક પાઉન્ડથી પણ ઓછી કરી હતી પરંતુ, નેશનલ ચેઈન દ્વારા આ પ્રથમ વખત પગલું લેવાયું છે. મોરિસન્સે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે સરેરાશ પેટ્રોલનાં ભાવની સરખામણીએ તેમને ત્યાં ૫૦ લિટર પેટ્રોલ ભરાવનારા ગ્રાહકોને ૪.૫૦ પાઉન્ડની બચત થઇ શકશે. ઓટોમોબાઈલ એસોસિયેશને અન્ય રીટેલર્સ પણ મોરિસન્સને અનુસરીને પેટ્રોલની કિંમતમાં ભાવ ઘટાડો જાહેર કરશે તેવી આશા વ્યક્ત કરી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter