યુકેમાં કાર ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો

Wednesday 08th September 2021 05:02 EDT
 

લંડનઃ સુએઝ કેનાલની ૧૯૫૬માં કટોકટી સર્જાઈ તે પછી બ્રિટનની કાર ફેક્ટરીઝ સૌથી ઓછી સંખ્યામાં કારનું ઉત્પાદન કરી રહી છે. વિશ્વભરમાં માઈક્રોચીપ્સની અછત અને પરંપરાગત સમર હોલીડેઝમાં કાર પ્લાન્ટ્સમાં કામકાજ બંધ રહ્યા પછી જુલાઈમાં માત્ર ૫૩,૦૦૦ વાહનનું ઉત્પાદન થયું હતું. ગયા વર્ષે આ જ મહિનામાં દેશ પ્રથમ લોકડાઉનમાંથી બહાર આવી રહ્યો હતો તેની સરખામણીએ ઉત્પાદન ૩૭ ટકા ઓછું હતું.

બ્રિટન વાર્ષિક ધોરણે એક મિલિયનથી થોડી વધુ કારનું ઉત્પાદન કરે છે. ૨૦૧૬માં યુરોપિયન યુનિયન છોડવાનો નિર્ણય લેવાયો ત્યારે ઈન્ડસ્ટ્રીએ તમામ રેકોર્ડ તોડી વાર્ષિક બે મિલિયન કાર ઉત્પાદનની આગાહી કરી હતી. ધ સોસાયટી ઓફ મોટર મેન્યુફેક્ચરર્સ એન્ડ ટ્રેડર્સ દ્વારા કહેવાયું છે કે ૨૦૨૧ માટે તેમણે ૧.૦૫ મિલિયન કારની આગાહી ઘટાડી ૯૫૦,૦૦૦ કારની કરી છે. મહામારીની સૌથી ખરાબ અસરના વર્ષ ૨૦૨૦માં પણ ૯૨૦,૦૦૦ કારનું ઉત્પાદન કરાયું હતું. આની સામે ૨૦૧૯માં ૧.૩ મિલિયન અને ૨૦૧૬માં લગભગ ૧.૭ મિલિયન કારનું ઉત્પાદન કરાયું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter