યુકે-ભારત વચ્ચે ભાવિ સહયોગઃ કેમરને બ્રેક્ઝિટને ભૂલ ગણાવી

Wednesday 06th February 2019 02:15 EST
 
 

ભારતની મુલાકાતે આવેલા પૂર્વ બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર ડેવિડ કેમરને તામિલનાડુના ચેન્નાઈ ખાતે યુકે અને ભારત વચ્ચે ભાવિ સહયોગ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો બ્રેક્ઝિટ આકાર લેશે તો ભારતને તેનો લાભ મળશે. યુરોપિયન યુનિયન છોડ્યા પછી બ્રિટન સાથે નવા વેપાર અને રોકાણની ભાગીદારીના દ્વાર ખુલી જશે. સંભવિત પાર્ટનર્સની યાદીમાં ભારત અગ્રક્રમે છે. આ દિશામાં ભારત-બ્રિટિશ વચ્ચેની વ્યવસ્થા બંને પક્ષો માટે લાભદાયી તાકાત બની રહેશે.

કેમરને બ્રેક્ઝિટને ભૂલ ગણાવતા સ્પષ્ટ કર્યું હતું કે મંત્રણા સાથેની પાર્ટનરશિપમાં યુકે અને ઈયુના સંયુક્ત હિતો છે. વૈશ્વિકીકરણ સામે જોખમ, મહાન રાષ્ટ્રોનો ઉદ્ભવ, ઈસ્લામિક આતંકવાદ અને ક્લાઈમેટ ચેન્જ જેવા પડકારો મહાન અને નાના દેશોની શ્રેષ્ઠ શક્તિઓ ખર્ચી નાખશે તેમ કહેતા કેમરને કહ્યું હતું કે વૈશ્વિકીકરણથી લાખો લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આવા આશાવાદની સાથોસાથ ભારત દ્વારા કાશ્મીર સંબંધિત વિષયો પર સમજપૂર્વકનો અભિગમ સહાયરુપ બની રહેશે. કેમરને ચેન્નાઈમાં જેમની જન્મ શતાબ્દી ઉજવાઈ રહી છે તે કે.એસ. નારાયણનના પુત્ર એન. શંકરના હસ્તે મેમેન્ટો પણ સ્વીકાર્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter