લંડનઃ જાહેરમાં કચરો ફેંકવાના દુષણને ડામવા લંડનની તમામ કાઉન્સિલ દંડની રકમ વધારીને 1,000 પાઉન્ડ કરી રહી છે. ફિક્સ્ડ પેનલ્ટી નોટિસના નામે જાણીતો આ દંડ હાલ 400 પાઉન્ડ છે. લંડનના કેટલાંક બરો કાયદાનું ઉલ્લંઘન કરનારાને ઝડપી લેવા એન્વાયરમેન્ટ ઓફિસરની સંખ્યામાં પણ વધારો કરી રહ્યાં છે.
સરકારી આંકડા અનુસાર લંડનમાં ગમે ત્યાં કચરો ફેંકવાની સમસ્યા દેશમાં સૌથી બદતર છે. એક્ટિવિસ્ટો કહે છે કે દંડમાં વધારો આવકાર્ય પગલું છે પરંતુ સમસ્યાના ઉકેલ માટે અન્ય પગલાં પણ જરૂરી છે. એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત જાહેરમાં કચરો ફેંકવો ક્રિમિનલ અપરાધ છે. જાહેરમાં ફેંકાતા કચરાના નિકાલ માટે કાઉન્સિલોને દર વર્ષે મિલિયનો પાઉન્ડ ખર્ચ કરવા પડે છે. લંડનની 50 ટકા કાઉન્સિલોએ દંડની રકમ 1,000 પાઉન્ડ સુધી વધારી દીધી છે.
કઇ કાઉન્સિલોમાં દંડની રકમ વધારાઇ
બેક્સલી – બ્રેન્ટ – બ્રોમલી – કેમડન – ઇલીંગ – એન્ફિલ્ડ – હેમરસ્મિથ એન્ડ ફુલહામ – હેરો – હિલિંગડન – કેન્સિંગ્ટન એન્ડ ચેલ્સી – લૂઇસહામ – રેડબ્રિજ – રિચમન્ડ – સાઉથવાર્ક – ટાવર હેમલેટ્સ – વેન્ડ્સવર્થ