પાર્ક કારમાંથી પુરુષનો મૃતદેહ મળ્યો

Wednesday 17th July 2019 03:04 EDT
 
 

લંડનઃ કોરહેમ્પટનની શેફર્ડ્સ ફાર્મ લેનમાં ગોલ્ફક્લબ નજીકની ગલીમાં પાર્ક કરેલી કારમાંથી ઈસ્ટલેના ૪૧ વર્ષીય ગુરીન્દરજીત રાયનો મૃતદેહ તા.૧૪.૭.૧૯ને શનિવારે મળી આવ્યો હતો. તેમનું મૃત્યુ શોટગનથી ઈજાને લીધે થયું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાયું હતું.

તેમને લક્ષ્ય બનાવીને હુમલો કરાયો હોવાનું ડિટેક્ટિવો માને છે. આ હત્યા અંગે તપાસ ચાલી રહી છે. ક્લબની પાસેના રોડને કોર્ડન કરી દેવાયો હતો. ડિટેક્ટિવ ચીફ ઈન્સ્પેક્ટર ડેવ સ્ટોરીએ ૧૨ અને ૧૩ જુલાઈએ શેફર્ડ્સ ફાર્મ લેન વિસ્તારમાં કોઈ હાજર હોય તો તેમણે અથવા તે રસ્તેથી પસાર થયેલા કારચાલક અથવા જેમની પાસે ડેશકેમ ફૂટેજ હોય તેમને સંપર્ક કરવા જણાવ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter