લોરીને ટ્રામ સાથે ટકરાવનારા ડ્રાઈવરને દંડ

Wednesday 14th August 2019 03:27 EDT
 
 

લંડનઃ શેફિલ્ડમાં ‘સુપરટ્રામ’ શરૂ થઈ તેના પહેલા જ દિવસે તેને ટક્કર મારીને ૧ મિલિયન પાઉન્ડનું નુક્સાન કરનાર લોરી ડ્રાઈવર કેવિન હેગને ૨૫૦ પાઉન્ડ દંડ કરાયો હતો અને ત્રણ પેનલ્ટી પોઈન્ટ્સ અપાયા હતા.

ગયા વર્ષે ઓક્ટોબરમાં ૬૧ વર્ષીય કેવિન હેગ ફોનમાં એવું કહેતા સંભળાયા હતા કે ‘તું જે કરવા જઈ રહ્યો છે તે યોગ્ય રીતે કરજે.’ તેની થોડી જ સેકંડ બાદ શેફિલ્ડ અને રોધરહામ વચ્ચે આ ક્રેશ થયો હતો. રોધરહામ નજીકના બ્રિન્સવર્થના હેગે શેફિલ્ડ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ટ્રાફિક સાઈનનું પાલન કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ કબૂલ્યો હતો. હેગને ૨૫૦ પાઉન્ડનો દંડ કરાયો હતો


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter