શક્તિ ટેઇલર્સઃ સ્ટીચીંગ માસ્ટર

Wednesday 22nd June 2022 07:10 EDT
 
 

વેમ્બલિમાં રહેતી વ્યક્તિ શક્તિ ટેઇલર્સના નામથી અજાણ હોય તેવું ભાગ્યે જ બને. શ્રી મહેશભાઇએ 2015માં શક્તિ ટેઇલર્સની સ્થાપના કરી છે ત્યારથી આ સ્ટોર ઉત્તમ સિલાઇકામ માટે નામના ધરાવે છે. શ્રી મહેશભાઇ ઇલિંગ રોડના ખૂબ જ અનુભવી અને જાણીતા ટેઇલર છે કેમ કે આ તેમનો ફેમિલી બિઝનેસ છે. સ્ટીચીંગની વાત હોય કે ફિટીંગની, આ સ્થળ લોકોની પહેલી પસંદ બની રહ્યું છે. વર્ષોજૂના કસ્ટમર્સ મહેશભાઇની ટેઇલરિંગ સ્કીલની પ્રશંસા કરતા જે શબ્દો કહે છે તેમાં જ શક્તિ ટેઇલર્સની સફળતાનું રહસ્ય છૂપાયેલું છે. અંજલિબહેન પટેલ કહે છે કે મહેશભાઇ બેસ્ટ ટેઇલર છે. તેઓ પોતાના દરેક કસ્ટમર્સની પસંદ-નાપસંદની પૂરતી કાળજી લે છે અને એ જ તેમની વિશેષતા છે. આનાથી દરેક કસ્ટમરને શ્રેષ્ઠ અને સંતોષજનક સર્વીસ મળે છે. તો શેફાલીબહેન શાહ કહે છે કે શક્તિ ટેઇલર્સનું બ્લાઉઝનું ફિટીંગ અને સ્ટીચીંગ એકદમ સરસ અને પરફેક્ટ છે. હું તો કહીશ કે આખા વેમ્બલિમાં તમે ફરી વળશો તો પણ તમને શક્તિ ટેઇલર્સ જેવું સિલાઇકામ ક્યાંય નહીં જોવા મળે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter