શ્રી લંકાના નવા વર્ષના ડિનર અને ડાન્સનું આયોજન કરાયું

Wednesday 19th April 2017 06:29 EDT
 
 

લંડનઃ સેલ્વા અને થાર્શિની પંકજ દ્વારા પાંચમી એપ્રિલે લંડનની મેફેર હોટેલ ખાતે શ્રી લંકાના નવા વર્ષના ડિનર અને ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. લંડનસ્થિત ખાનગી એજ્યુકેશન ગ્રૂપ રીજેન્ટ ગ્રૂપ દ્વારા એકતાના થીમ સાથે આ કાર્યક્રમ સ્પોન્સર કરાયો હતો. સેલ્વા અને થાર્શિની અનુક્રમે આ ગ્રૂપના CEO અને MD છે.

આ કાર્યક્રમમાં પરિવાર, મિત્રો અને બિઝનેસ સાથીઓની હાજરી તરી આવતી હતી. સેલ્વા, લોર્ડ ડોલર પોપટ સહિતના વક્તાએ ચાવીરુપ સંબોધનો કર્યાં હતા. ચેરિટી કોર્પોરેશન આયર્લેન્ડના ચેરમેન ડો. ક્રિસ્ટોફર મોરાન, ફિજુત્સુના ચેરમેન સિમોન બ્લાગડેન CBEએ પણ સંબોધનોમાં વિપરીત સંજોગોમાં પણ કોમ્યુનિટીના વિવિધ હિસ્સાઓમાં સુમેળ તેમજ સમાન બ્રિટિશ મૂલ્યોની સહભાગીતાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

આમંત્રિતોએ વિવિધ વાનગીઓનો રસાસ્વાદ માણ્યો હતો. આ પછી શ્રી લંકાના પરંપરાગત મ્યુઝિક અને ડાન્સિંગમાં સાથ આપ્યાં પછી સાંજનું સમાપન થયું હતું.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter