લક્ષ્મણ નરસિંહન રેકીટના નવા ચીફ એક્ઝિક્યુટિવ

Wednesday 19th June 2019 03:37 EDT
 
 

લંડનઃ કન્ઝ્યુમર ગુડ્સ ક્ષેત્રે અગ્રણી ગ્રૂપ રેકીટ બેન્કિસરે તેના નિવૃત્ત થઈ રહેલા ચીફ એક્ઝિક્યુટિવ રાકેશ કપૂરના અનુગામી તરીકે પેપ્સીના ચીફ કોમર્શિયલ ઓફિસર લક્ષ્મણ નરસિંહનની પસંદગી કરી હતી.

આગામી સપ્ટેમ્બરમાં આ હોદ્દો સંભાળતા પહેલા નરસિંહન ૧૬મી જૂલાઈએ રેકીટના બોર્ડ સાથે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે જોડાશે. તેઓ કંપનીના હેલ્થ બિઝનેસ યુનિટનું પણ સુકાન સંભાળશે. લગભગ ત્રણ દાયકા સુધી આ ગ્રૂપ સાથે ફરજ બજાવ્યા બાદ રાકેશ કપૂર આ વર્ષે વિદાય લઈ રહ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter