વાર્ષિક ૪૦,૦૦૦ ટનથી વધુ કાર્બન ડાયોક્સાઈડ શોષી લેવાશે

ટાટા કેમિકલ્સ યુરોપ દ્વારા ચેશાયરમાં પ્રોજેક્ટ નંખાશેઃ કાર્બન ડાયોક્સાઈડમાંથી આઈ ડ્રોપ્સ, બિયર, પોટ નૂડલ્સ સહિતની ઉપયોગી વસ્તુઓનું ઉત્પાદન

Wednesday 03rd July 2019 02:36 EDT
 
 

લંડનઃ કાર્બન પર નિયંત્રણની યોજનાના ભાગરુપે દર વર્ષે વાતાવરણમાંથી ૪૦,૦૦૦ ટનથી વધુ કાર્બન ડાયોક્સાઈડ શોષી લેવાશે. ગ્રીનહાઉસ ગેસ અને અન્ય કેમિકલ્સ અલગ કરવાના પ્રોજેક્ટની વિવિધ યોજનાઓમાં સરકાર ૨૨ મિલિયન પાઉન્ડની મદદ ફાળવશે. ટાટા કેમિકલ્સ યુરોપ દ્વારા ચેશાયરના વિનિંગ્ટન ખાતે ૨૦૨૧થી શરુ થનારો પ્લાન્ટ દર વર્ષે ૨૦,૦૦૦ કારમાંથી છોડાતા એમિશનની સમકક્ષ કાર્બન ડાયોક્સાઈડ પર નિયંત્રણ ઉભું કરશે.

આ પ્લાન્ટ સંપૂર્ણ કાર્યરત થશે ત્યારે દેશની સૌથી મોટી વર્તમાન ફેસિલિટી કરતાં ૧૦૦ ગણો વધુ કાર્બન ડાયોક્સાઈડ વાતાવરણમાંથી દૂર કરશે. કાર્બનના સ્ટોરેજ માટે સરકાર દ્વારા કુલ ૨૨ મિલિયન પાઉન્ડની ખાતરી અપાઈ છે. અલગ કરાનારા કેમિકલ્સમાંથી આઈ ડ્રોપ્સ, બિયર, પોટ નૂડલ્સ સહિતની ઉપયોગી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવશે.

એનર્જી અને ક્લીન ગ્રોથ મિનિસ્ટર ક્રિસ સ્કિડમોરે જણાવ્યું હતું કે, ‘જો આપણે સંપૂર્ણ શૂન્ય એમિશન્સ અર્થતંત્ર નવું હશે તો ટાટા કેમિકલ્સ જેવી નવતર યોજનાઓ આવશ્યક બની રહેશે. તેમની યોજનાઓ એમિશન ઘટાડી સમગ્ર વિશ્વમાં ફત્પાદનોની નિકાસ કરવાને પ્રોત્સાહન આપશે. કાર્બન નિયંત્રણ, ઉપયોગો અને સંગ્રહ ક્લાઈમેટ ચેન્જને નાથવાના પ્રયાસોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને ૨૦૫૦ સુધીમાં ગ્લોબલ વોર્મિંગમાં આપણા ફાળાને સદંતર નાબૂદ કરશે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter