વિરલ દોશી: ફાર્મસી માટે ગ્લોબલ હેલ્થ એવોર્ડ વિજેતા

-જ્યોત્સના શાહ Wednesday 23rd October 2019 06:28 EDT
 
 

હેઝ સ્થિત વિરલ દોશીને ૫ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ‘ગ્લોબલ હેલ્થ એવોર્ડ ફોર ફાર્મસી’ થી સન્માનિત કરાયા. હેલ્થ કેર પ્રોફેશનલ્સને ‘કોલ ફેસ’ માં કામ કરવાનું હોવાથી આ એવોર્ડને ઓસ્કાર એવોર્ડ સાથે સરખાવે છે! આ ઉજવણીમાં યુ.કે.ભરના હેલ્થ કેર પ્રોફેશનલ્સે ભાગ લીધો હતો.

ડો. વિનોદભાઇ દોશી અને શ્રીમતી હસ્મિતાબેન દોશીના આ સુપુત્ર ગ્રેટ બ્રિટનના શ્રેષ્ઠ ફાર્માસિસ્ટમાંના એક શ્રી વિરલ દોશી ગણાય છે. તેઓએ એમની કારકિર્દીમાં અનેક એવોર્ડ મેળવ્યા છે. જેવા કે, ધ ફાર્મસી બિઝનેસ એવોર્ડ, ધ ક્લિનિકલ ફાર્મસી કોંગ્રેસ એવોર્ડ, ધ કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એવોર્ડ અને ધ રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટી એવોર્ડના તેઓ વિજેતા બન્યા છે. વિરલ માને છે કે, ફાર્મસીસ હેલ્થ એજન્ડા અને એને સંલગ્ન કેટલાય ઇનોવેટીવ પ્રોજેક્ટ્સ માટે સહાયકની ભૂમિકા ભજવી શકે છે. અગાઉ ફાર્મસીમાં ડીસ્ટીંકશન આવ્યા બાદ ‘ફેલો ઓફ ધ રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટી’ની પદવી પણ તેમને મળી છે.

*અભિનંદન વિરલ દોશીને એમની ઉજ્જવળ કારકિર્દી માટે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter