વિશ્વભરમાં 410 કરોડ લોકોએ મહારાણીની અંતિમવિધિ નિહાળી

ફ્યુનરલના દિવસે બ્રિટન થંભી ગયો, સડકો, પાર્ક, પબ, કેર હોમ્સ, એરપોર્ટ પર લાખોએ મહારાણીને અંતિમ વિદાય આપી

Wednesday 21st September 2022 06:30 EDT
 
 

લંડન

મહારાણી એલિઝાબેથ બીજાની અંતિમવિધિ પ્રસંગે સોમવારે સમગ્ર બ્રિટન જાણે કે સ્થગિત થઇ ગયો હતો. મહારાણીની અંતિમયાત્રા અને વિધિને નિહાળવા માટે હજારો લોકો લંડનની સડકો પર ઉમટ્યા તો બ્રિટનના અન્ય પ્રદેશોમાં પબ, કેર હોમ્સ અને એરપોર્ટ ખાતે પણ કરોડો લોકોએ એકઠાં મળીને સમગ્ર વિધિ નિહાળી હતી. પોતાના ફોન પર અંતિમવિધિ નિહાળવા માટે લોકો સડકો પર જ થંભી ગયાં હતાં. આ ઐતિહાસિક અંતિમવિધિના લાઇવ પ્રસારણને જોવા માટે સમગ્ર બ્રિટનમાં ઠેર ઠેર આઉટડોર સ્ક્રીનની વ્યવસ્થા પણ કરાઇ હતી જ્યાં હજારો લોકો એકઠાં થયાં હતાં. વિન્ડસરમાં પણ મહારાણીને શ્રદ્ધાંજલિ અર્પવા માટે લોન્ગવોક, પબ્લિક પાર્ક, સિટી સેન્ટરો અને સરકારી ઇમારતોમાં સેંકડો લોકો એકઠાં થયાં હતાં. મહારાણીની અંતિમવિધિ ઇતિહાસમાં સૌથી વધુ જોવાયેલી ઇવેન્ટ બની રહી હતી. એક અંદાજ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 410 કરોડ લોકોએ મહારાણીની અંતિમવિધિ નિહાળી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter