લંડનઃ વૂલ્વરહેમ્પટનમાં સપ્ટેમ્બર માસમાં ગોળીબાર કરી બે વ્યક્તિની હત્યા કરનાર અપરાધીની માહિતી આપનારને 20,000 પાઉન્ડનું ઇનામ આપવા ક્રાઇમસ્ટોપર્સ દ્વારા જાહેરાત કરાઇ છે. 19 સપ્ટેમ્બરના રોજ બપોરે 3 કલાકે ડુઇન મિલ્સ અને સૈયદ ઝાયન અલી વૂલ્વરહેમ્પટનની લેસ્ટર સ્ટ્રીટમાં પોતાની કારમાં બેઠા હતા ત્યારે એક વ્યક્તિએ તેમના પર ગોળીબાર કર્યા હતા જેમાં મિલ્સનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અલીનું સારવાર દરમિયાન 24 સપ્ટેમ્બરના રોજ મોત થયું હતું. પોલીસ આ મામલામાં મોહમ્મદ મનીર ખાનની પૂછપરછ કરવા માગે છે પરંતુ તે ફરાર છે. પોલીસે પણ માહિતી માટે અપીલ કરી છે. ક્રાઇમસ્ટોપર્સે આરોપીની માહિતી આપનારનું નામ સંપુર્ણ ગુપ્ત રાખવાનું વચન આપ્યું છે.

