સર ડેવિડ એટેનબરોને શાહી સન્માન

Wednesday 22nd June 2022 06:57 EDT
 
 

લંડનઃ લેખક, પર્યાવરણવાદી અને બ્રોડકાસ્ટર તરીકે આઠ દાયકાની દીર્ઘ કારકીર્દિ ધરાવતા 96 વર્ષીય સર ડેવિડ એટેનબરોને ટેલિવિઝન, બ્રોડકાસ્ટિંગ અને પર્યાવરણની જાળવણીની સેવા બદલ પ્રિન્સ ચાર્લ્સના હસ્તે વિન્ડસર ખાતે પ્રતિષ્ઠિત શાહી સન્માન અપાયું હતું. આ તેમનું બીજું નાઈટહૂડ સન્માન છે. અગાઉ, ક્વીને તેમને 1985માં નાઈટહૂડથી સન્માન્યા હતા.

સર એટેનબરોને નાઈટ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ સેન્ટ માઈકલ એન્ટ સેન્ટ જ્યોર્જના પ્રતિષ્ઠિત સન્માનની નવાજેશ પર્યાવરણવાદી પ્રિન્સ ચાર્લ્સે કરી હતી. તાજેતરમાં કુદરતી વિશ્વની ડોક્યુમેન્ટરીઝ અને ક્લાઈમેટ ચેઈન્જ ક્ષેત્રે અભિયાનોની સરાહના સ્વરૂપે તેમને આ સન્માન અપાયું છે. લોકપ્રિય બ્રિટિશ બ્રોડકાસ્ટરની પ્રસિદ્ધ ડોક્યુમેન્ટરીઝ – ધ ગ્રીન પ્લેનેટ અને એ પાસિફિક ઓશનને તાજેતરમાં બકિંગહામ પેલેસની બહાર પ્લેટિનમ જ્યુબિલી કોન્સર્ટમાં દર્શાવાઈ હતી. એપ્રિલ મહિનામાં યુએનના એન્વિરોન્મેન્ટ પ્રોગ્રામ દ્વારા સર ડેવિડ એટેનબરોને ‘ચેમ્પિયન ઓફ ધ અર્થ’ તરીકે જાહેર કરાયા હતા.

 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter