સસ્તી સિગારેટના તળીયાના ભાવ લાગૂ થશે

Tuesday 14th March 2017 07:46 EDT
 

લંડનઃ યુવાનોમાં ખૂબ લોકપ્રિય સસ્તી તમાકુ બનાવટોને માર્કેટમાંથી દૂર કરવાના પ્રયાસરૂપે સરકાર આ વર્ષે સિગારેટ માટે તળિયાના ભાવ લાગૂ કરશે. ચાન્સેલર ફિલિપ હેમન્ડે જણાવ્યું હતું કે મે મહિનાથી મીનીમમ એક્સાઈઝ ટેક્સ વસૂલવાથી ગ્રાહકોને ૨૦ સિગારેટનું એક પેકેટ £૭.૩૫માં પડશે.

તમામ સિગારેટ કોઈ પણ બ્રાન્ડિંગ વિના માત્ર લીલા રંગના અને ઓછામાં ઓછી ૨૦ની સંખ્યાના પેકેટમાં વેચવાનો નિયમ અમલી બનશે તે જ દિવસથી તળિયાના ભાવ પણ લાગૂ થશે. યુકેમાં વેચાતી સિગારેટ્સ પર વેટ અને ટોબેકો ડ્યૂટી લાગે છે. તાજેતરમાં જ ટોબેકો ડ્યૂટી પેકેટ દીઠ £૩.૯૩થી વધારીને £૪.૧૫ કરવામાં આવી હતી.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter