સાયબર અપરાધીઓએ એનએચએસને 100 મિલિયન પાઉન્ડનો ચૂનો લગાવ્યો

આટલા નાણાથી 2000 સીનિયર નર્સને એક વર્ષનો પગાર ચૂકવી શકાયો હોત, એનએચએસને સિસ્ટમ વધુ સુરક્ષિત બનાવવા ચેતવણી

Tuesday 07th January 2025 09:54 EST
 
 

લંડનઃ છેલ્લા પાંચ વર્ષમાં નબળી આઇટી સિસ્ટમનો ગેરલાભ ઉઠાવીને ફ્રોડ કરનારાઓએ એનએચએસને 100 મિલિયન પાઉન્ડ કરતાં વધુ રકમનો ચૂનો લગાવ્યો છે. સપ્લાયરના ઇમેલ હેક કરી અને ક્રેડિટ કાર્ડ ડેટાની તફડંચી દ્વારા આ ફ્રોડ આચરાયાં હતાં.

એનએચએસ સાથે કરાયેલા આ ફ્રોડના કારણે મોટું નુકસાન થયું છે. આટલી રકમમાંથી 2000 સીનિયર નર્સને એક વર્ષનો પગાર ચૂકવી શકાયો હોત અથવા તો કેન્સરના દર્દીઓ માટે રેડિયોથેરાપીના 20,000 રાઉન્ડનો ખર્ચ ઉઠાવી શકાયો હોત.

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે એનએચએસે પોતાને આ પ્રકારના ફ્રોડ સામે વધુ સુરક્ષિત કરવાની જરૂર છે. 2023-24માં પૂરા થયેલા છેલ્લા પાંચ વર્ષમાં ઇંગ્લેન્ડમાં એનએચએસને 101 મિલિયન પાઉન્ડનો ચૂનો લગાવાયો છે.

સાયબર અપરાધીઓ ઇમેલ ઇન્ટરસેપ્ટ કરી અને પોતે સપ્લાયર હોવાનો દાવો કરીને એનએચએસના સ્ટાફને મૂર્ખ બનાવી રહ્યાં છે. એનએચએસનો સ્ટાફ ફ્રોડ આચરનારાથી ગેરમાર્ગે દોરાઇને તેમના બનાવટી એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરી દેતાં હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter