લંડનઃ સ્કોટલેન્ડની ગ્રૂમિંગ ગેંગના સાત સભ્યોને અદાલત દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અદાલતે આ અપરાધીઓને ક્યારેય મુક્ત નહીં કરવાનો આદેશ આપ્યો છે. સ્કોટલેન્ડના સૌથી જધન્ય ચાઇલ્ડ સેક્સ એબ્યુઝ કાંડમાં 13 વર્ષથી નાના 3 બાળકો સાથે ભયાનક અત્યાચાર કરાયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, બાળકોને અસામાન્ય પીડાઓમાંથી પસાર થવું પડ્યું હતું. આ ગેંગના ઇયાન ઓવેન્સ, ઇલેઇન લેનેરી, લેસ્લી વિલિયમ્સ, પોલ બ્રેનાન, સ્કોટ ફોર્બ્સ, બેરી વોટસન અને જ્હોન ક્લાર્કને આઠથી 20 વર્ષની કેદ અને લાઇફલોન્ગ રિસ્ટ્રિક્શનના ઓર્ડર અપાયા હતા.