• પ્રદૂષણને ડામવા ઓક્સફર્ડ સ્ટ્રીટ પર વાહનવ્યવહાર બંધ કરાશે

Tuesday 14th November 2017 04:22 EST
 

હવાનું પ્રદૂષણ ડામવા માટે ઓક્સફર્ડ સ્ટ્રીટ પર આવતા વર્ષના અંત સુધીમાં તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. આ સ્ટ્રીટ પર દેશના કેટલાક સૌથી મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ આવેલા છે. ૬૦ મિલિયન પાઉન્ડની યોજના અમલી બન્યા પછી આ સ્ટ્રીટ પર માત્ર પગપાળા જ જઈ શકાશે.

• મગજના થાકેલા કોષો પણ આરામ પર ઉતરે છે

વ્યક્તિને પૂરતી ઉંઘ ન મળતી હોય તો મગજના કોષો યોગ્ય રીતે સંદેશાવ્યવહાર કરી શકતા નથી અને વ્યક્તિ આજુબાજુની દુનિયા વ્યવસ્થિત રીતે જોઈ શકતી નથી. વ્યક્તિ જાગતી હોય તો પણ મગજના કોષો થાકી ગયા હોવાથી આરામ પર હોય છે. તેને લીધે વ્યક્તિની યાદશક્તિ અને દ્રષ્ટિ પર પણ અસર થાય છે.

યુકેની જેલોમાં ઈસ્લામિક ઉદામવાદમાં વધારો

ઉદામવાદી ઈસ્લામી પુસ્તકો સાથે પકડાતા કેદીઓની સંખ્યામાં થઈ રહેલા વધારાને લીધે જેલો આતંકવાદથી ખદબદતી હોવાની ચિંતામાં વધારો થયો છે. ગયા વર્ષના જૂનથી મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસે ઈસ્લામીક અંતિમવાદી સાહિત્ય ઝડપાયાના ૫૬ કેસો નોંધ્યા હતા. જૂનથી ડિસેમ્બર ૨૦૧૬ના છ મહિનામાં ૧૨ પુસ્તકો આતંકવાદને લગતી સામગ્રી ધરાવતી હોવાનું જણાયું હતું અને તે કાયદો અને વ્યવસ્થા તથા રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી જણાય છે.

• શરદી-ખાંસીથી રજા પાડતા બાળકોના વાલીને દંડ થશે

ઈસ્ટ સસેક્સમાં માત્ર શરદી અથવા ખાંસીને લીધે જ બાળકો સ્કૂલમાં રજા પાડતા હોય તો તે અટકાવવા માટે વાલીઓને સૂચના આપવામાં આવી હતી. કાઉન્સિલરોએ વાલીઓને ચેતવણી આપી હતી કે આવા કારણસર તેમના બાળકો સ્કૂલમાં રજા પાડશે તો તેમને દંડ કરવામાં આવશે.

• ડ્રાઈવરની ભૂલથી અકસ્માતમાં બે મહિલાનું મોત

૯૦ વર્ષીય કારચાલક ફિલિપ બુલે માન્ચેસ્ટરની વોશિંગ્ટન કોમ્યુનિટી હોસ્પિટલના કાર પાર્કમાં કાર રિવર્સ લેતી વખતે બ્રેકને બદલે એક્સીલેટરના પેડલ પર પગ દબાવી દેતા પાછળથી પસાર થઈ રહેલી બે મહિલા, ૪૪ વર્ષીય ક્લેર હેસ્લેમ અને ૪૯ વર્ષીય ડેબોરાહ ક્લિફ્ટનનું મૃત્યુ થયું હતું. બુલ તેમની વૃદ્ધ અને બીમાર પત્નીને હોસ્પિટલમાં મૂકીને પાછા ફરતા હતા ત્યારે આ દુર્ઘટના થઈ હતી. બન્ને મહિલા દંપતી તરીકે રહેતી હતી અને તેમને એક પુત્રી પણ હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter