3 સામે બીબીસીના શૉ પ્રેઝન્ટરને હેરાન કરવાના આરોપ

Tuesday 11th March 2025 11:57 EDT
 
 

લંડનઃ બીબીસી દ્વારા ઇન્વેસ્ટિગેશન કરાયું હતું તેવા એક ગ્રુપના 3 સભ્ય પર બીબીસીના શૉ પ્રેઝન્ટર કેટરિન યેને હેરાન કરવાનો આરોપ મૂકાયો છે. ક્રિસ્ટોફર એલેક્ઝાન્ડર, જતિન્દરસિંહ કામરા અને સુખરાજ બીર સિંહ પર 28 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર 2024ના સમયગાળામાં હેરાનગતિ કરવાનો આરોપ મૂકાયો છે. બીબીસી દ્વારા 2023માં લાઇટહાઉસ નામના એક ગ્રુપનું ઇન્વેસ્ટિગેશન કરાયું હતું. આ ત્રણે આ ગ્રુપના સભ્યો છે. ગયા સપ્ટેબરમાં તેમની અટકાયત બાદ જામીન પર મુક્ત કરાયા હતા. તેમના કેસની સુનાવણીનો હજુ પ્રારંભ થયો નથી. આ ગ્રુપનું નેતૃત્વ પોલ વો નામની વ્યક્તિ કરતો હતો અને ગ્રુપ પોતે લાઇફ કોચિંગ ઓર્ગેનાઇઝેશન તરીકે કામ કરતું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter