અમેરિકા અને રશિયાના યુદ્ધ જહાજો વચ્ચેની ટક્કર અટકી

Wednesday 12th June 2019 07:25 EDT
 

ટેક્યોઃ અમેરિકી ગાઈડેડ મિસાઇલ ક્રૂઝર અને રશિયન યુદ્ધ જહાજ માત્ર ૫૦ ફૂટ જેટલા નજીકના અંતરેથી પસાર થયા હતા. ચીનના પૂર્વીય સમુદ્રમાં આ ઘટનામાં બંને વચ્ચેની અથડામણ માંડ માંડ ટળી હતી. અમેરિકી નૌસેનાના સાતમાં નૌકાદળે રશિયન યુદ્ધ જહાજના અસલામત સંચાલનને જવાબદાર ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે એક હેલિકોપ્ટર અમેરિકી જહાજ ચાંસલર્સવિલે પર ઉતરવાની તૈયારી કરતું હતું તે જ સમયે પાછળથી રશિયન જહાજ આવ્યું તેમણે ગતિ વધારી અને બંને જહાજ વચ્ચે માત્ર ૫૦ ફૂટ જેટલું જ અંતર રહ્યું હતું. આમ કરીને રશિયાએ અમેરિકી જહાજ અને તેના સભ્યોના જીવ જોખણમાં મૂક્યા હતા તો આ તરફ રશિયન સેના દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે અમેરિકી જહાજે રશિયન જહાજના માર્ગમાં અચાનક આવીને તેમના માટે મોટું જોખમ ઊભું કર્યું હતું. અમેરિકી ગાઈડેડ મિસાઈલ ક્રુઝરે અચાનક દિશા બદલી અને રશિયન જહાજથી ૫૦ ફૂટના અંતરે આવી પહોંચતાં રશિયન જહાજને બધઆ જ એન્જિન બંધ કરી દિશા બદલવાનું જોખમ લેવું પડ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter