આખરે ટ્રિપલ તલાક બિલને રાજ્યસભાની બહાલી

Wednesday 31st July 2019 06:23 EDT
 
 

નવી દિલ્હીઃ ભારે રસાકસી બાદ ૩૦મીએ અંતે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ થયું હતું. આ બિલ પસાર કરવા સદનમાં ચાર કલાક ચર્ચા ચાલી હતી. છેવટે વોટિંગ બાદ આ બિલ પાસ કરાવવામાં સરકાર સફળ રહી હતી. આ બિલની સંમતિમાં ૯૯ જ્યારે વિરુદ્ધમાં ૮૪ મત પડ્યા હતા. વિપક્ષે બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાની માગ કરી હતી, પરંતુ તે રજૂઆત ૧૦૦ વિરુદ્ધ ૮૪ના મતે નામંજૂર થઇ હતી. હવે બિલ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદામાં પરિવર્તિત થશે. હવે ટ્રિપલ તલાક ગેરકાયદે ગણાશે અને દોષિતને ૩ વર્ષની જેલની જોગવાઈ છે. ટ્રિપલ તલાકથી પીડિત મહિલા સગીર બાળકો માટે ભથ્થુ પણ માગી શકશે. ઉલ્લેખનીય છે કે ટ્રિપલ તલાક બિલ ૨૫મી જુલાઈએ લોકસભામાં ૩૦૩-૮૨ મત સાથે પાસ થયું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ બિલ પાસ થયા પછી ટ્વિટર પર ખુશી વ્યક્ત કરી હતી અને મુસ્લિમ મહિલાઓમાં પણ આ બિલ અંગે ખુશીનો માહોલ છવાયેલો હતો.
અભિનેતા અને નેતા રાજ બબ્બરે આ બિલના પાસ થવાને ઐતિહાસિક ભૂલ ગણાવી હતી. રાજ્યસભામાં એઆઈએડીએમકે સાંસદ નવનીત કૃષ્ણનને બિલને ગેરબંધારણીય ગણાવીને કહ્યું હતું કે, સંસદને આ વિશે કાયદો બનાવવાનો હક નથી. કૃષ્ણનને બિલને સિકેલ્ટ કમિટી પાસે મોકલવાની માગ કરી હતી. સીપીએમએ દ્વારા પણ બિલનો વિરોધ થયો હતો. પાર્ટી તરફથી ઈલામારમ કરીબે કહ્યું કે, સરકાર અલ્પસંખ્યક સમુદાય વચ્ચે અસુરક્ષાની ભાવના ઉભી કરી રહી છે. હાલના કાયદા પ્રમાણે ત્રણ તલાકને પહેલેથી જ ગેરબંધારણીય ગણાવાયા છે. આ સંજોગોમાં કાયદાની જરૂર લાગતી નથી. સરકારને પર્સનલ લો માં દખલગીરીનો અધિકાર નથી. બીજેડી સાંસદ પ્રસન્ના આચાર્યએ કહ્યું હતું કે, અમારી પાર્ટી અને સરકાર ઓડિશામાં મહિલા સશક્તિ કરણ માટે કામ કરતી આવી છે. તેથી અમારી પાર્ટી આ બિલને સમર્થન આપે છે.

બિલનો વિરોધ

રાજ્યસભામાં એઆઈએડીએમકે સાંસદ નવનીત કૃષ્ણનને બિલને ગેરબંધારણીય ગણાવીને કહ્યું હતું કે, સંસદને આ વિશે કાયદો બનાવવાનો હક નથી. તેમણે કહ્યું કે, તલાકના કારણે પતિને જેલ મોકલવો ખોટી વાત છે અને તે જેલમાં હોય ત્યારે તેની પાસે ભરણ પોષણ માગવું પણ યોગ્ય નથી. લગ્ન ઈસ્લામમાં સિવિલ કોન્ટ્રાક્ટ છે અને તેને તોડવામાં આવે તો તેને આરોપી જાહેર ન કરી શકાય. આ બિલ કાયદાકીય માળખામાં સેટ થતું નથી. નવનીત કૃષ્ણનને બિલને સિકેલ્ટ કમિટી પાસે મોકલવાની માગ કરી હતી.
સીપીએમએ દ્વારા પણ બિલનો વિરોધ થયો હતો. પાર્ટી તરફથી ઈલામારમ કરીબે કહ્યું કે, આ બિલ દ્વારા સરકાર અલ્પસંખ્યક સમુદાય વચ્ચે અસુરક્ષાની ભાવના ઉભી કરી રહી છે. તેમણે કહ્યું કે, હાલના કાયદા પ્રમાણે ત્રણ તલાકને પહેલેથી જ ગેરબંધારણીય ગણાવાયા છે. આ સંજોગોમાં કાયદાની જરૂર લાગતી નથી. તેમણે કહ્યું કે જો મહિલા ખરેખર મુસ્લિમ મહિલાઓ મામલે ગંભીર હોય તો તેમણે મુસ્લિમ મહિલાઓની સાક્ષરતા વધારવા પ્રયાસો કરવા જોઈએ. કરીમે કહ્યું કે, સરકારે પાસે પર્સનલ લો માં દખલગીરી કરવાનો અધિકાર નથી. સરકાર ધર્મ અને પરંપરાની આઝાદી છીનવવા માગે છે.

બીજેડીનો સહકાર

બીજેડી સાંસદ પ્રસન્ના આચાર્યએ કહ્યું હતું કે, અમારી પાર્ટી અને ઓડિશામાં અમારી સરકાર મહિલા સશક્તિ કરણ માટે સતત કામ કરતી આવી છે. અમારી સરકારે મહિલાઓની બરોબરીનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. બીજેડી સાંસદે કહ્યું કે, અમારી પાર્ટી આ બિલને સમર્થન આપે છે, પરંતુ બાકી વર્ગ અને ધર્મની મહિલાઓને સશક્ત બનાવવા માટે પણ સરકારે પગલાં લેવા જોઈએ. નોંધનીય છે કે ૨૫ જુલાઈએ લોકસભામાં ૩૦૩ વિરુદ્ધ ૮૨ મત સાથે બિલ પાસ થયું હતું ત્યારે કોંગ્રેસ, તૃણમૂલ, સપા અને ડીએમકે સહિત અન્ય પાર્ટીઓએ બિલનો વિરોધ કરીને વોટિંગ પહેલાં જ ગૃહમાંથી વોક આઉટ કરી લીધું હતું.
એ પહેલાં ૧૬મી લોકસભામાં પણ ત્રણ તલાક બિલ પાસ થઈ ચૂક્યું છે ત્યારે બિલ રાજ્યસભામાં અટક્યું હતું. રાજ્યસભામાં એનડીએ પાસે બહુમતી નથી. તે સાથે જ સહયોગી પક્ષ જેડીયુએ પણ તેનો વિરોધ કર્યો હતો. આ જ કારણથી ભાજપે દરેક સભ્યોને રાજ્યસભામાં હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter