આદેશની અવગણના થશે તો ટેલિકોમ કંપનીના એમડીને જેલ: સુપ્રીમ

Thursday 19th March 2020 07:24 EDT
 

નવી દિલ્હીઃ એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂના મુદ્દે સુપ્રીમ કોર્ટે ૨૪ ઓક્ટોબરે કેન્દ્ર સરકારના ટેલિકોમ વિભાગની તરફેણમાં ચુકાદો આપીને ટેલિકોમ કંપનીઓને વ્યાજ અને પેનલ્ટી સહિત રૂ. ૧.૪૭ લાખ કરોડ ભરવાનો આદેશ આપ્યો હતો, પણ આ મુદ્દે ટેલિકોમ વિભાગે એક અરજી કરીને આ રકમ ભરવા ૨૦ વર્ષનો સમયગાળો આપવાની અપીલ કરતાં સુપ્રીમ કોર્ટે નારાજી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું છે કે આ કેસની સુનાવણી ચાલતી હતી ત્યારે સરકાર વ્યાજ અને પેનલ્ટી માટે જોરદાર દલીલો કરતી હતી પણ હવે એ ટેલિકોમ કંપનીઓ માટે રાહત શા માટે માગી રહી છે? આ કેસમાં હવે સરકારના રેસ્ક્યૂ પ્લાન પર બે અઠવાડિયા બાદની તારીખે સુનાવણી હાથ ધરવામાં આવશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter