ઉત્તર કાશ્મીરમાં મેજર સહિત ચાર સૈનિક શહીદઃ બે આતંકી ઠાર

Wednesday 08th August 2018 07:34 EDT
 

શ્રીનગરઃ ઉત્તર કાશ્મીરના ગુરેજમાં સેનાના સર્ચ ઓપરેશનમાં મંગળવારે બે આતંકીઓ મરાયા હતા અને આતંકીઓના હુમલામાં મેજર કૌસ્તુભ રાણે, રાયફલમેન મનદીપસિંહ રાવત, રાયફલમેન હમીર સિંહ અને ગનમેન વિક્રમજીત સિંહ શહીદ થયા હતા. અગાઉ શોપિયાં જિલ્લાનાં કિલૂરા ગામમાં ચોથીએ રાતથી સુરક્ષાદળો સાથે શરૂ થયેલાં એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તોયબાના પાંચ આતંકવાદી ઠાર મરાયા હતા. ત્રીજીએ રાતથી બે દિવસમાં સતત ૩ એન્કાઉન્ટરમાં ૯ આતંકવાદી ઠાર મરાયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, શોપિયાના કિલૂરા ગામમાં આતંકીઓ સંતાયા હોવાની બાતમી મળી હતી, જેને પગલે જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. સુરક્ષાદળોએ આતંકીઓ સામે સર્ચ અભિયાન  ચલાવ્યું ત્યારે આતંકીઓએ ગોળીબાર કરતાં એન્કાઉન્ટર શરૂ થયું હતું અને આતંકીઓનો ખાતમો બોલાવ્યો હતો. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter