ઉત્તર પ્રદેશ-હિમાચલમાં ભાજપ, અન્ય રાજ્યોમાં કોંગ્રેસ, પ્રાદેશિક પક્ષ છવાયાં

Friday 08th November 2019 06:30 EST
 
 

નવી દિલ્હીઃ લોકસભાની બે અને ૧૭ રાજ્યો તથા એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ૨૧મી ઓક્ટોબરે યોજાયેલી ૫૧ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીની ૨૪ ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાં ભાજપ અને તેના સહયોગી પક્ષો ૩૦ વિધાનસભા બેઠકો જીતવામાં સફળ રહ્યા છે જ્યારે કોંગ્રેસને ૧૨ અને બાકીની બેઠકો પ્રાદેશિક પક્ષોને હાંસલ થઇ હતી.
મહારાષ્ટ્રમાં સતારા લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં એનસીપીના ઉમેદવાર શ્રીનિવાસ પાટિલે ભાજપના ઉદયનરાજે ભોંસલેને પરાજિત કરતાં મોટો આંચકો મળ્યો હતો.
જ્યારે બિહારની સમસ્તીપુર લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં લોકજનશક્તિ પાર્ટીના ઉમેદવાર અને રામવિલાસ પાસવાનના પરિવારજન પ્રિન્સ રાજનો કોંગ્રેસના ઉમેદવાર અશોકકુમાર સામે વિજય થયો હતો.
• ઉત્તર પ્રદેશ: ભાજપને ૧૧માંથી ૭ બેઠક, બે સપાને, એક-એક બસપા અને અપના દલના ફાળે
• તામિલનાડુ: એઆઇએડીએમકેને વિક્રાવંડી અને નનગુનેરી બેઠકો
• રાજસ્થાન: માંડવા બેઠક કોંગ્રેસ અને ખિન્વસર વિધાનસભા બેઠક આરએલડીના ફાળે
• પંજાબ: કોંગ્રેસને ૩, શિરોમણી અકાલી દળને એક બેઠક.
• છત્તીસગઢ: ચિત્રકોટ બેઠક પર કોંગ્રેસનો વિજય
• બિહાર: સ્મૃતિ, બખ્તિયારપુર, બેલહાર બેઠક પર આરજેડી વિજેતા. કિશનગંજ બેઠક ઔવૈસીની પાર્ટીને, દરૌંધા બેઠક અપક્ષ અને નાથનગર જનતા દળ (યુ)ને
• કેરળ: બે પર એલડીએફ અને બે પર યુડીએફ અને એક પર ઇન્ડિયન મુસ્લિમ લીગનો વિજય
• મધ્ય પ્રદેશ: ઝાબુઆ બેઠક પર કોંગ્રેસનો વિજય
• ઓડિશા: બિજેપુર વિધાનસભા બેઠક બીજુ જનતા દળના ફાળે
• હિમાચલ પ્રદેશ: ધરમશાલા અને પાછડ બેઠકો ભાજપને ફાળે
• આસામ: ચાર વિધાનસભા બેઠકોમાંથી ૩ ભાજપ અને એક એઆઇયુડીએફના ફાળે


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter