એક જ ડ્રેસની પસંદગી મામલે બે મહિલા બાખડી પડી

Thursday 06th June 2019 07:23 EDT
 

બિજનોર: ઉત્તર પ્રદેશના બિજનોરના નજીબાબાદ વિસ્તારની કાપડ માર્કેટમાં એક ડ્રેસ ખરીદવા મામલે બે મહિલાઓ વચ્ચે ધિંગાણું થઈ ગયું. અહીંની એક દુકાને બે મહિલા ડ્રેસ ખરીદવા માટે પહોંચી હતી. એક મહિલાને ડ્રેસ પસંદ પડ્યો તો તેણે ઉઠાવી લીધો, પરંતુ તે જ વખતે અન્ય મહિલાએ ડ્રેસનો બીજો છેડો પકડી લીધો હતો. તેણે કહ્યું એ ડ્રેસ મેં પસંદ કર્યો છે તે હું ખરીદીશ ત્યારે પહેલી મહિલાએ કહ્યું ડ્રેસ મારા હાથમાં હતો, તે હું ખરીદીશ. બસ જોતા-જોતામાં તો બન્ને મહિલાઓ વચ્ચે રીતસર મારામારી થવા લાગી. તેઓ દુકાનની બહાર નીકળીને એક બીજા પર ચપ્પલો વરસાવવા લાગી ત્યારે ભીડ જામી ગઈ અને કેટલાક લોકોએ તેનો વીડિયો પણ બનાવી લીધો અને સોશિયલ મીડિયા પર મૂકી દીધો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter