ઓપરેશન બ્લૂ સ્ટારમાં બ્રિટન પણ સંકળાયેલું હતું ?

Friday 09th March 2018 05:47 EST
 
 

લંડનઃ બ્રિટિશ કેબિનેટ ઓફિસની ખાનગી ફાઈલોને જાહેર કરવા માટે ફ્રિડમ ઓફ ઈન્ફર્મેશન (FOI) અંતર્ગત અરજી પર બ્રિટનની જ્યુડિશિયલ ઓથોરિટી નિર્ણય લેશે. આ ફાઈલોમાં ૧૯૮૪માં થયેલા ઓપરેશન બ્લૂ સ્ટારમાં બ્રિટનની કથિત સંડોવણી વિશે માહિતી છે. ફર્સ્ટ ટાયર ટ્રિબ્યૂનલ (સૂચનાનો અધિકાર)ની ત્રણ દિવસની સુનાવણી છઠ્ઠી માર્ચને મંગળવારે લંડનમાં શરૂ થઈ હતી. તેમાં બ્રિટનના ઈન્ફર્મેશન કમિશનરને કેબિનેટ ઓફિસ દ્વારા ફાઈલોને જાહેર ન કરવાનો નિર્ણય લેવાનો અધિકાર છે કે નહીં તે મુદ્દે દલીલ થઈ હતી.

અપીલ વિશે ફ્રીલાન્સ પત્રકાર ફિલ મિલેર મારફતે કેઆરડબ્લ્યૂ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અમૃતસરના સુવર્ણમંદિરમાં ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલા અભિયાનમાં તત્કાલીન માર્ગારેટ થેચરની અધ્યક્ષતાવાળી સરકારે કેવી રીતે મદદ કરી હતી તેની ફિલ મિલેર તપાસ કરી રહ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter