કલમ ૩૭૦ હટાવી મોદીએ અબ્રાહમ લિંકન જેવું કામ કર્યું

Thursday 07th November 2019 06:50 EST
 

વોશિંગ્ટન: ભારતીય અમેરિકી એટોર્ની રવિ બત્રાએ કહ્યું છે કે આતંકને જડથી ખતમ કરવાની જરૂર છે. જેથી અધિકારો અને સ્વતંત્રતાનો અર્થ બની રહે. તેમનું આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના ઘણા સાંસદોએ જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કર્યા પછી રાજ્યમાં માનવાધિકારોના મહત્ત્વ પર ભાર આપ્યો છે. ન્યૂ યોર્કથી એટર્ની રવિ બત્રાએ દક્ષિણ એશિયામાં માનવાધિકારો પર કોંગ્રેસની ઉપ સમિતિ સામે પોતાની વાત કહી હતી. એશિયા, પ્રશાંત અને પરમાણું અપ્રસાર પર સદનના વિદેશ મામલાની સમિતિના ઉપસમિતિ બત્રાએ કહ્યું હતું કે જ્યારે સરહદ પારનો આતંકવાદ રોજની વાત બની ચૂકી છે, ઘરેલુ સ્તર ઉપર આતંકવાદીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોય અને તમે ઘરથી બહાર જવા માંગતા નથી કારણ કે તમને ડર છે કે ક્યાંક બ્લાસ્ટની ચપેટમાં ના આવી જાવ. તો આવા સમયે કોઈ વ્યક્તિ માનવાધિકારથી પહેલા કાંઈક ઇચ્છે છે તો તે જીવતા રહેવાનું છે.

બત્રાએ કહ્યું હતું કે મુંબઈમાં ૨૬ નવેમ્બર ૨૦૦૮માં થયેલા આતંકવાદી હુમલાની પૃષ્ઠભૂમિ પર હું ઇચ્છું છું કે ભારત પાસેથી માફી માંગવામાં આવે. તે હુમલામાં યહુદી અને અમેરિકનોને પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ શોધી-શોધીને માર્યા હતા. ત્યારે મેં શાંતિ રાખવા માટે કહ્યું હતું પણ હું ખોટો હતો. આતંકવાદને જડથી ખતમ કરવાની જરૂર છે જેથી આપણા અધિકાર અને આઝાદી યથાવત્ રહે. બત્રાએ કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની જેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાનૂની અધિકારી માટે કાનૂનમાં સંશોધન કરીને અને કાશ્મીરમાં સરહદ પારના આતંકવાદીઓ સાથેની લડાઇમાં લોકો હતાહત ના થાય, તેથી ભારે બળને તૈનાત કરવા જેવા અસાધરણ પગલા ભર્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter