કાશ્મીર સરહદેથી ૧૧૦ પાકિસ્તાની આંતકીઓ ભારતમાં ઘૂસવાની વેતરણમાં

Friday 02nd August 2019 07:07 EDT
 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર સરહદેથી ૧૫મી ઓગષ્ટ પહેલાં ભારતમાં આતંકવાદી ષડયંત્ર પાર પાડવા ૧૧૦ આતંકવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાં હોવાનો ગુપ્તચર તંત્રનો અહેવાલ રજૂ થયો હતો. આતંકવાદીઓને ઘૂસતાં પહેલાં જ ઠાર કરવા માટે સૈન્ય સજ્જ થયું છે. જમ્મુ-કાશ્મીર સરહદે પાક.માં ૧૧૦ આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવાનું નાપાક ષડયંત્ર રચાયું છે. ગુપ્તચરતંત્રના અહેવાલ પ્રમાણે ભારતના સ્વાતંત્ર્ય દિવસ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં મોટો આતંકવાદી હુમલો કરવાના ઈરાદે પાકિસ્તાની લશ્કર, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો અને પાકિસ્તાની નાપાક ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ મળીને ૧૧૦ પાકિસ્તાની આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવાનું ષડયંત્ર રચ્યું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter